• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

આણંદ જિલ્લાના ખેડૂતો મીની ટ્રેક્ટર માટે આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર તા.૮ ઓગસ્ટ  સુધીમાં અરજી કરી શકાશે

Publish Date : 30/07/2025

આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાના ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/ લાભ મેળવવા માટે વર્ષ 2025- 26 માટે કૃષિ યાંત્રિકરણમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ હેઠળ મીની ટ્રેકટરમાં મહત્તમ રૂપિયા ૭૫ હજાર પ્રતિ એકમ અને રોટાવેટરમાં રૂ.૪૦ હજાર પ્રતિ એકમ,અને પાણીનું ટેન્કરમાં રૂપિયા ૪૦,૦૦૦ પ્રતિ એકમ સહાય આપવામાં આવશે. જે માટે જિલ્લાના દરેક ખેડૂતો માટે સરકાર શ્રી દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

આ યોજનાનો લાભ લેવા માંગતા આણંદ જિલ્લાના તમામ ખેડૂતોએ આઇ ખેડુત( https://ikhedut.gujarat.gov.in) પોર્ટલ પર તારીખ ૮ ઓગસ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે.

નવીન આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરતાં પહેલાં ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે. ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કર્યા બાદ અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઈમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નંબર ૪૨૭-૪૨૯,ચોથો માળ, જુના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે  ટપાલ દ્વારા પહોંચાડવાની રહેશે. ત્યારબાદ જ તેઓની અરજીની સરકારશ્રીના યોજનાકિય નિયમો અનુસાર અને ફાળવેલ લક્ષ્યાંકોની મર્યાદામાં ખેડૂતોને  લાભિત કરવામાં આવશે,તેમ નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.