Close

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પીપળોઈ ખાતે ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ દ્વારા વ્યાપક આરોગ્યલક્ષી જનસુખાકારી અભિયાનનો પ્રારંભ

Publish Date : 30/07/2026

પીપળોઈ આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ દ્વારા ‘અમારી સેવાઓ – આપનો સ્વસ્થ પરિવાર’ના અભિગમ સાથે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી

મચ્છરજન્ય રોગચાળા પર નિયંત્રણ અને ગંભીર બીમારીઓના મફત નિદાન માટે ગ્રામીણ સ્તરે સઘન જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન

આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળ કાર્યરત ખંભાત તાલુકાના પીપળોઈ સ્થિત ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ દ્વારા ગ્રામજનોની સુખાકારી માટે એક વિશેષ આરોગ્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ‘અમારી સેવાઓ… આપનો સ્વસ્થ પરિવાર’ના મંત્રને સાર્થક કરવા માટે આરોગ્ય કેન્દ્ર દ્વારા ઘરઆંગણે વિવિધ પાયાની સેવાઓ અને જનજાગૃતિના કાર્યક્રમોનું સઘન આયોજન જિલ્લા વિકાસ અધિકારી  સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા સરકારની મહત્વકાંક્ષી આયુષ્માન ભારત યોજના હેઠળ પાત્રતા ધરાવતા નાગરિકોના આયુષ્માન કાર્ડ કાઢવાની પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો છે, જેથી જરૂરિયાતમંદ પરિવારો હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકે.

ચોમાસા બાદ અને બદલાતી ઋતુમાં વકરતા મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે પીપળોઈ આરોગ્ય કેન્દ્ર દ્વારા પોરાનાશક કામગીરી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ ગ્રામજનોને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા જીવલેણ રોગોથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા સ્થાનો દૂર રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જનજાગૃતિના આ કાર્યક્રમો દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય શિક્ષણ પહોંચાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

ક્ષય એટલે કે ટીબી જેવી ગંભીર બીમારીના નિર્મૂલન માટે પણ આરોગ્ય કેન્દ્ર દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. બે અઠવાડિયાથી વધુ સમયની ખાંસી, તાવ આવવો, વજન ઘટવું કે રાત્રે પરસેવો થવા જેવા લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓના ગળફાની તપાસ કરી નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે છે.

આરોગ્ય વિભાગ દ્વારા ભારપૂર્વક જણાવાયું છે કે સમયસર તપાસ અને યોગ્ય સારવારથી ટીબી સંપૂર્ણપણે મટી શકે છે, જેના માટે ગ્રામજનોએ જાગૃત થઈને શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો હિતાવહ છે.

સ્વસ્થ જીવનશૈલી માટે આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઉકાળેલું કે ગાળેલું પાણી પીવા, ખોરાક ઢાંકીને રાખવા, સાબુથી વારંવાર હાથ ધોવા અને ખુલ્લામાં શૌચ કરવાનું ટાળીને શૌચાલયનો જ ઉપયોગ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉધરસ કે છીંક આવે ત્યારે રૂમાલ કે કપડાથી મોઢું ઢાંકવાની તકેદારી રાખવા પણ અનુરોધ કરાયો છે. આરોગ્યલક્ષી કોઈપણ સમસ્યા કે માર્ગદર્શન માટે વિભાગ દ્વારા સંપર્ક નંબર ૭૦૬૯૦૬૪૩૪૦ પણ જાહેર કરવામાં આવ્યો છે.

આ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય ‘સ્વસ્થ ગામ, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ ભારત’નું નિર્માણ કરવાનો છે. પીપળોઈ આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આરોગ્ય કેન્દ્રની આ સેવાઓનો મહત્તમ લાભ લઈ નાગરિકો પોતાના અને પોતાના પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બને.