Close

આણંદ જિલ્લાના અસ્થિવિષયક દિવ્યાંગો જોગ

Publish Date : 26/05/2026

ટુ-વ્હિલર ખરીદવા રૂપિયા ૨૫ હજારની આર્થિક સહાય આપતી રાજ્ય સરકારની દિવ્યાંગ સાધન સહાય યોજના

તા.૩૦ મી જૂન સુધીમાં જિલ્લાના ૧૮ થી ૨૫ વર્ષની વયજૂથના  દિવ્યાંગજનો ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકશે

આણંદ, સોમવાર , ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક સમાજ સુરક્ષા ખાતાની દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત રાજ્યના અસ્થિવિષયક દિવ્યાંગજનો માટે ટુ-વ્હિલર ખરીદવા માટે મહત્તમ રૂપિયા ૨૫,૦૦૦/- ની આર્થિક સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે યોજનાલક્ષી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

આ યોજનાનો લાભ ફક્ત ૧૮ થી ૫૦ વર્ષની વયના ૪૦% કે તેથી વધુ ફક્ત અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને મળવાપાત્ર થશે. આ યોજના અંતર્ગત મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ અને જોયસ્ટીક વ્હિલચેર અથવા ટુ-વ્હિલર બંન્ને માંથી કોઈ એકનો જ લાભ મળવાપાત્ર થશે. આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થી સહાય મંજુર થયા બાદ લાભાર્થીએ પોતાના ફંડમાંથી સ્કુટરની ખરીદી કર્યા બાદ જરૂરી પુરાવા રજુ કર્યેથી મહત્તમ રૂપિયા ૨૫,૦૦૦/- ની આર્થીક સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમા સીધીજ ડી.બી.ટી મારફતે જમા કરવામાં આવશે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીને લેખીત જાણકારી મંજુરી આદેશ તારીખથી લાભાર્થીએ ૩૦ દિવસની મુદ્દતમાં સ્કુટરની ખરીદી કરવાની રહેશે. મંજુર કરેલ લાભાર્થીએ આ યોજના હેઠળ પસંદ કરેલ સ્કુટર માટે ડ્રાઈવીંગ લાઈસન્સની જરૂરીયાત હશે તે પણ રજુ કરવાનુ રહશે. તેમજ  દિવ્યાંગ લાભાર્થીઓએ ઓનલાઈન પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in/ પર તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધી અરજી કરવાની રહેશે જેની આણંદ જિલ્લાના તમામ દિવ્યાંગજનોએ ધ્યાને લેવા યાદીમાં જણાવાયું છે.

વધુ માહિતી માટે સર્કિટ હાઉસની બાજુમાં અમુલ ડેરી સામે જુની કલેક્ટરશ્રીની કચેરીના ભોંયતળીયે આવેલ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના ફોન નં. (૦૨૬૯૨) ૨૫૩૨૧૦ પર સંપર્ક કરવા યાદીમાં વધુમાં જણાવાયું છે.