Close

આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતોને વિનામુલ્યે શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણના ઈનપુટ કિટ્સનો લાભ લેવા અનુરોધ

Publish Date : 05/06/2026

આણંદ, ગુરૂવાર , નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ચાલતી ખાસ અંગભુત યોજના અંતર્ગત હાઇબ્રીડ શાકભાજી પાકોની ખેતી કરવા માટે અનુસુચિત જાતિના ખેડૂત ખાતેદારને વર્ષ ૨૦૨૬-૨૭ માં ૧૦ ગુંઠાની એક એવી મહત્તમ બે કીટ્સ વિનામુલ્યે આપવાની થાય છે.

આ યોજના અંતર્ગત અનુસુચિત જાતિના જે ખેડૂતો હાઈબ્રીડ શાકભાજી બિયારણના ઈનપુટ કિટનો લાભ લેવા માગતા હોય તેમણે ૭/૧૨, ૮-અ, આધારકાર્ડની નકલ, અનુ. જાતિ અંગેનો સક્ષમ અધિકારીના દાખલાની નકલ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, ૪૨૭-૨૯, ચોથો માળ, જિલ્લા સેવા સદન (જુનું), બોરસદ ચોકડી પાસે, આણંદનો તાત્કાલિક સંપર્ક સાધવા જણાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત લક્ષ્યાંકની મર્યાદામાં વિના મુલ્યે કીટ્સ આપાવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવા વધુમાં જણાવાયું છે.