Close

આણંદ જિલ્લાના અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકોએ ખાંડ તથા મીઠાનો રાહતદરે મળવાપાત્ર જથ્થો તા. ૩૧ મે સુધીમાં મેળવવાનો રહેશે

Publish Date : 27/05/2025

આણંદ,સોમવાર: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૨૩ અંતર્ગત સમાવિષ્ટ રેશનકાર્ડ ધારકોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મે-૨૦૨૫ અને જૂન-૨૦૨૫ના માસના ઘઉં-ચોખા વિનામૂલ્યે તથા મે -૨૦૨૫ માસના મળવાપાત્ર ખાંડ તથા મીઠાનું રાહત દરે વિતરણ કરવાની કામગીરી આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલ સરકાર માન્ય તમામ વાજબી ભાવના ભંડાર ખાતે ચાલુ છે.

જે અન્વયે તા.૩૧ મે ૨૦૨૫ સુધીમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા -૨૦૧૩ અંતર્ગત અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકોએ નજીકના સરકાર માન્ય તમામ વાજબી ભાવના ભંડાર ખાતેથી મે-૨૦૨૫ માસનો મળવાપાત્ર જથ્થો સત્વરે મેળવી લેવા આણંદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.