આણંદ જનરલ હોસ્પિટલ ખાતે નાગરિકો માટે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ
Publish Date : 20/02/2026
જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 દરમિયાન 1.70 લાખ ઉપરાંત દર્દીઓની ઓપીડી માં નોંધણી થઈ
60 હજારથી વધુ દર્દીઓએ દાખલ થઈને મેળવી સારવાર
દર મહિને 200 ઉપરાંત મહિલાઓની પ્રસુતિ કરાવવામાં આવી
કિડની ફેલ્યર દર્દીઓ માટે 24×7 ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ
વર્ષ દરમિયાન 1,032 જેટલા મેજર ઓપરેશન કરાયા
7.98 લાખ ઉપરાંત દર્દીઓના લેબોરેટરી ટેસ્ટ કરાયા
PM JAY યોજનાના લાભાર્થીઓને વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ
આણંદ, શુક્રવાર: શ્રેષ્ઠ આરોગ્ય લક્ષી સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ માટે આરોગ્ય વિભાગના ડોક્ટર્સ, નસૅ અને તેમની ટીમ ખડે પગે કામ કરી રહી છે.
રાજ્યની સરકારી હોસ્પિટલ, જિલ્લા મથક ખાતે આવેલી જનરલ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાગરિકો માટે શ્રેષ્ઠતમ આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
આણંદ જિલ્લા મથક ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે હાલમાં સિવિલ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે, આ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સેવાઓની વાત કરતા અને છેલ્લા એક વર્ષ દરમિયાન એટલે કે જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 સુધીમાં કરવામાં આવેલી કામગીરી અંગે જણાવતા સિવિલ સર્જન ડો. અમર પંડ્યાએ જણાવ્યું કે, આ હોસ્પિટલ ખાતે નાગરિકો માટે ઉપલબ્ધ સેવાઓમાં જનરલ મેડીસીન, જનરલ સર્જરી, ઇમરજન્સી વિભાગમાં એનિમલ બાઇટ, ડ્રેસીંગ,તાજા જન્મેલા બાળકો માટે પેટીમાં રાખવાની સુવિધા, સ્ત્રીરોગ સુવિધાઓમાં સગર્ભા બેહેનોને મફત સુવાવડની સુવિધા, વસ્તી નિયંત્રણનું ઓપરેશન, યુરોલોજી માટે કિડની ફેલ્યર દર્દી માટે વિના મૂલ્યે 24×7 ડાયાલિસિસની સુવિધા, ઓર્થોપેડીક વિભાગ દ્વારા ઓ.પી.ડી., લેબોરેટરીમાં પેથોલોજી, માઇક્રોબાયોલોજી, બાયોકેમેસ્ટ્રી પરીક્ષણો આણંદ ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે.
ડોક્ટર અમર પંડ્યા એ જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓએ મેળવેલ સેવાઓ અંગેની વાત કરતા જણાવ્યું કે જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 દરમિયાન 60,327 લોકોએ દાખલ થયેલા દર્દી તરીકે સેવાઓ મેળવી છે. આ હોસ્પિટલ ખાતે મહિલાઓની 30% તે કે તેથી વધુ હાઈ રિસ્ક ડિલિવરી પણ કરાવવામાં આવે છે. આ ઉપરાંત એક વર્ષ દરમિયાન 2500 કરતાં વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર, 700 કરતાં વધુ લોકોને ડાયાલિસિસની સારવાર, છેલ્લા એક વર્ષ દરમિયાન ઓપીડી ની સેવા 1,70,854 દર્દીઓએ મેળવી, વર્ષ દરમિયાન 2280 ડીલીવરી, 1032 મેજર ઓપરેશન, 7,98,568 લેબોરેટરી ટેસ્ટિંગ, 484 ફેમિલી પ્લાનિંગ ના ઓપરેશન, 1478 નવજાત બાળકોની સારવાર અને 1095 ફેમિલી પ્લાનિંગ માટે કોપર ટી મૂકવામાં આવી હોવાનું જણાવ્યું છે.
આમ, આણંદ ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓ વિવિધ આરોગ્ય લક્ષી શ્રેષ્ઠતમ સેવા મેળવી શકે છે તેમ, ડો. અમર પંડ્યાએ વધુમાં જણાવ્યું છે.

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે નાગરિકો માટે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે નાગરિકો માટે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ