Close

આણંદ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પંચાયતી રાજના પદાધિકારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ

Publish Date : 06/01/2026

આણંદ, સોમવાર: રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા, ગાંધીનગર દ્વારા આણંદ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત પંચાયતી રાજના પદાધિકારીઓ માટે જિલ્લા પંચાયત આણંદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તાલીમ શિબિર યોજાઈ હતી.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ગામડાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડીઓ અને સરકારી કચેરીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ જોવા મળી રહી છે. તેમણે સરકારની સ્વચ્છતાલક્ષી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય અને દરેક નાગરિક સુધી આ યોજનાઓ પહોંચે તે માટે કટિબદ્ધ બનવા પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો

આ તાલીમ શિબિરમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ વિવિધ ગામોના સરપંચશ્રીઓને સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ ફેઝ-૨ની રૂપરેખા, ઓ.ડી.એફ. પ્લસ (ODF Plus) અને ‘નિર્મળ ગુજરાત ૨.૦’ એવોર્ડની જોગવાઈઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.   

ગાંધીનગરથી આવેલ તાલીમકારો શ્રીમતી અમિતાબેન શાહ અને શ્રી બાબુભાઇ દેસાઇ દ્વારા સુવ્યવસ્થિત અને ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, ખંભાત, સોજીત્રા અને આણંદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સહિત સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની જરૂરી માહિતીસભર તાલીમ મેળવી હતી.