આણંદ ખાતે સાંસદશ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ
Publish Date : 20/07/2026
“જિલ્લામાં એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓ અને પાયાની સુવિધાઓથી વંચિત ન રહેવો જોઈએ” : સાંસદ મિતેશભાઈ પટેલ
આણંદ, શનિવાર , આણંદના સાંસદશ્રી અને દિશા કમિટીના ચેરમેન શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો – ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક આણંદ કલેકટર કચેરી, આણંદના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન સાંસદશ્રી મિતેશભાઈ પટેલે ભારત સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે ખાસ કરીને વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળા (જૂન ૨૦૨૬ ના અંત સુધી) દરમિયાન નિર્ધારિત લક્ષ્યાંકો સામે થયેલી કામગીરીની ચકાસણી કરીને આગામી સમયના આયોજન અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
તેમણે વિવિધ લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રજાલક્ષી અને વિકાસલક્ષી પ્રશ્નોને ગંભીરતાથી સાંભળ્યા હતા અને સંબંધિત વિભાગના અધિકારીઓને તે તમામ પ્રશ્નોનો સકારાત્મક તેમજ ઝડપી ઉકેલ લાવવા માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
આ ઉપરાંત, તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે આણંદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના છેવાડાના નાગરિક સુધી શ્રેષ્ઠ રોડ કનેક્ટિવિટી, મજબૂત આરોગ્ય સેવાઓ, શુદ્ધ પીવાનું પાણી, ભારત સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ સાચા લાભાર્થીઓને મળે, સિંચાઈનું પાણી ખેડૂતોને મળી રહે અને વરસાદી માહોલમાં લોકોને હાલાકી ન થાય તેમજ કેંદ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ થી વાળા ના માનવી સુધી પહોંચવો જોઈએ. ખેડૂતોને સમયસર કૃષિ સહાય મળે, મહિલાઓ-બાળકોને પૂરતું પોષણ અને શિક્ષણ મળે અને યુવાનો માટે રોજગારીની તકો વધે તે માટે સતત કાર્યરત રહેવા જણાવ્યું હતું. પાયાની સુવિધાઓથી કોઈપણ નાગરિક વંચિત ન રહેવો જોઈએ અને એક પણ સાચો લાભાર્થી સરકારી સહાયથી વંચિત ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે તેવા સ્પષ્ટ સૂચનો સાંસદશ્રીએ કર્યા હતા.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.વી.દેસાઈએ આણંદ ખાતે યોજાયેલ દિશા બેઠકનું સંચાલન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મયુરીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એસ.કે.ગરવાલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ગઢવી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે જિલ્લાની તાલુકા કક્ષાની કચેરીઓના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા.

આણંદ ખાતે સાંસદશ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ

આણંદ ખાતે સાંસદશ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ

આણંદ ખાતે સાંસદશ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ

આણંદ ખાતે સાંસદશ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ

આણંદ ખાતે સાંસદશ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ