• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

આણંદ ખાતે પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

Publish Date : 19/07/2025

જિલ્લા કલેકટરશ્રી તથા મ્યુ.કમિશનરશ્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

આણંદ,શનિવાર: આણંદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહીદના અધ્યક્ષપદે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી.

બેઠકમાં જન પ્રતિનિધિશ્રીઓએ જિલ્લામાં રોડ,રસ્તાની મરામત ,સ્કૂલ, આંગણવાડી તથા ગ્રામ પંચાયત મકાનના  જર્જરીત ઓરડા તથા નવા ઓરડા મંજૂર કરાવા તદ્ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના બ્રિજના સમારકામ તથા નવા મંજૂર કરાયેલ બ્રિજ  વિશેના પ્રશ્નો રજૂ કર્યા હતા.

જે અન્વયે પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહીદ એ જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ સત્વરે કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. વધુમાં સરકારશ્રી કક્ષાએ મેળવવા પડતી મંજૂરી ની કાર્યવાહીની વિગતો પણ તાત્કાલિક પૂરી પાડવા જે તે વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.

આ ઉપરાંત પ્રભારી સચિવશ્રી ઉમેરતા જણાવ્યું હતું કે,વરસાદની સિઝનમાં ગ્રામ પંચાયત,નગર પાલિકા તથા મહાનગરપાલિકા વિસ્તારોમાં પીવાના પાણીમાં ક્લોરિનેશન કરવા પર ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત બજારમાં મળતા ખાદ્ય પદાર્થોનું સઘન તપાસ કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન વિભાગને જણાવ્યું હતું.

વધુમાં તેમણે ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય રોગો, કમળો તથા ટાઈફોઈડ જેવા રોગો ફાટી ન નીકળે તે માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા નિવારાત્મક પગલાં લેવા જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ પણ સંબંધિત વિભાગના અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નોનો સત્વરે કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી.

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક બાદ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક તથા જિલ્લા મોનિટરિંગ અને રિવ્યુ કમિટીની ત્રિમાસિક બેઠક પણ યોજાઈ હતી.

આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી,સાંસદશ્રી મિતેશભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ,ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ પરમાર, શ્રી કમલેશભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈ સહિત જિલ્લાના સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.