Close

આણંદ ખાતે તા.૨૧ થી ૨૩ ડિસેમ્બર સુધી “સશક્ત નારી” મેળાનું આયોજન

Publish Date : 17/12/2025

આણંદ, મંગળવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અંતર્ગત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકારણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદેશ્ય સાથે ગુજરાતમાં તા.૧૧ ડિસેમ્બર થી તા.૨૩ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી” મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત આણંદ જિલ્લામાં તા.૨૧ ડિસેમ્બર થી ૨૩ ડિસેમ્બર સુધી “પ્રમુખસ્વામી હોલ” સાંગોડપુરા રોડ, આણંદ ખાતે “સશક્ત નારી” મેળા યોજવામાં આવશે. આ સશક્ત નારી મેળાનું ઉદઘાટન તા. 21 મી ડિસેમ્બર, રવિવારના રોજ સવારે 11:00 કલાકે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના હસ્તે કરવામાં આવશે.

સશક્ત નારી મેળા થકી મહિલા ઉધોગ સાહસિકો લખપતિ દીદી, દ્રોણ દીદીઓ, સ્વ સહાય જૂથો, મહિલા ખેડૂતો, સહકારી સસ્થાઓ, સ્ટાર્ટોપ્સ અને વ્યવસાયિકો દ્વાર પાયાના સ્તરે લાવવામાં આવી રહેલા પરિવર્તન બદલાવને પ્રોત્સાહન આપવામાં આવશે.