આણંદ ખાતે તા.૧૯ મી એપ્રિલના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે
Publish Date : 03/04/2025
આણંદ, બુધવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી તા.૧૯ એપ્રિલ ૨૦૨૫ના શનિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સરકીટ હાઉસ ,આણંદ ખાતેના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે.
સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ-૧ ની બેઠક યોજાયા બાદ તરત જ સંકલન સમિતિના ભાગ-૨ ની બેઠક યોજાશે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળનાર આ બેઠકમાં સંબંધિત તમામ અધિકારીશ્રીઓએ સમયસર ઉપસ્થિત રહેવા આણંદ, નિવાસી અધિક કલેકટરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.