Close

આણંદ ખાતે ‘ડિજિટલ એક્સ્ટેન્શન અને ખેડૂત સશક્તિકરણ’ વિષયક રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

Publish Date : 23/02/2026

‘National Seminar – Souvenir 2026’નું વિમોચન કરવામાં આવ્યું

આણંદ, સોમવાર: સોસાયટી ઓફ એક્સ્ટેંશન એજ્યુકેશન ગુજરાત (SEEG) અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ‘Digital Extension and Farmer Empowerment: Pathway to Viksit Bharat’ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આણંદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં દેશભરની કૃષિ યુનિવર્સિટીઓના ૨૦૦થી વધુ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સેમિનારનું ઉદ્ઘાટન આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.બી.કથીરીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.વી.પી.ચોવટીયા તથા વિશિષ્ટ અતિથિ તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.તિમુર આહલાવત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં SEEGના પ્રમુખ અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. જે. કે. પટેલે સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ‘National Seminar – Souvenir 2026’નું વિમોચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ટેક્નિકલ સત્રમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાની સફળતાગાથાઓ રજૂ કરી હતી. તેમજ વધુમા આઠ અલગ-અલગ સ્થળોએ વિષયવાર લીડ પેપર, મૌખિક સંશોધન અને પોસ્ટર પ્રેઝન્ટેશન દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવોનંં સન્માન અને વિવિધ કેટેગરીમાં એવોર્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ બે દિવસીય સેમિનારના સમાપન સંબોધનમાં કુલપતિ ડૉ.કે.બી.કથીરીયાએ જણાવ્યું હતું કે ડિજિટલ માધ્યમો દ્વારા ખેતીની નવીનતમ માહિતી ખેડૂતો સુધી પહોંચાડી તેમને સશક્ત બનાવવાના મુખ્ય હેતુથી આ સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પને સિદ્ધ કરવામાં કૃષિ ક્ષેત્ર પાયાની ભૂમિકા ભજવશે તેમ તેમણે વધુમા ઉમેર્યુ હતુ.

સેમિનારના અંતિમ તબક્કે પ્રતિનિધિઓએ અમૂલ ડેરીની મુલાકાત લીધી હતી. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ ડૉ. કે. ડી. ગુલકરીએ કરી હતી. આ સેમિનારમાં રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટી તેમજ અન્ય રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના મળી કુલ ૨૦૦ થી વધુ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય સેમિનારે ડિજિટલ એક્સ્ટેન્શનના માધ્યમથી ખેતીના આધુનિકીકરણ માટે નવી રાહ ચીંધી અને ‘વિકસિત ભારત’ના દિશામાં કૃષિ ક્ષેત્રને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.