Close

આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

Publish Date : 21/09/2026

જિલ્લાભરમાં ગ્રામ્ય વિસ્તારના બાકી રહેલા વિકાસ કામો શરૂ કરવા અને શરૂ કરેલ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી

આણંદ, શનિવાર , આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,આણંદના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ નાગરિકોની સુખાકારી સાથે જોડાયેલા અનેક મહત્વના વિષયો અને કામગીરી વિશે સમીક્ષા કરી જરૂરી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં  વિવિધ વિભાગોને સ્પર્શતી બાબતો અને પ્રજાલક્ષી પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોને સત્વરે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન સહ સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં વીજકાપ અને ઓવરલોડની સમસ્યા નિવારવા એમજીવીસીએલના અધિકારીને જરૂરી સૂચનાઓ આપી હતી.

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ અધિકારીઓને જિલ્લાભરમાં ગ્રામ્ય વિસ્તારના બાકી રહેલા વિકાસ કામો વહેલી તકે શરૂ કરવા અને શરૂ કરેલ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ ની બેઠક ભાગ ૦૧ અને ભાગ ૦૨ બાદ, જિલ્લા અનુસૂચિત જાતિ પેટા યોજના, જિલ્લા તકેદારી સમિતિ, મેન્યુઅલ સ્કવેન્જર્સ એક્ટ 2013 અંગે, જિલ્લા સરકારી વકીલોની બેઠક, જિલ્લા પ્રવાસન સમિતિ, જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ ની બેઠક પણ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટરશ્રી લલિત કુમાર પટેલ, અધિક કલેકટરશ્રી રાહુલ ગમારા, મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી શ્રી અંજલી ઠાકુર  સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.