આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પ્રજાલક્ષી કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને અરજીઓના સત્વરે નિકાલ માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તાકીદ
જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા લોકહિતના પ્રશ્નોના સત્વરે નિકાલ કરવા કલેકટરશ્રીની સૂચના
આણંદ, શનિવાર, આણંદ જિલ્લા કલેકટરશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ-૧ અને ભાગ-૨ની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જનપ્રતિનિધિઓ સાંસદશ્રી, ધારાસભ્યશ્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલા લોકહિતના વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં રસ્તા પરના દબાણ દૂર કરવા, નવા વીજ કનેક્શન ફાળવવા, જાહેર વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા તેમજ માર્ગ સુરક્ષા અંગે સ્પીડ બ્રેકર અને પેચવર્કની કામગીરી ઝડપી પૂર્ણ કરવા જેવા પ્રશ્નો અંગે કલેકટરશ્રીએ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા, કાચા-પાકા દબાણોની તપાસ કરવા તેમજ શાળાઓમાં જૂના જર્જરીત ઓરડા ઉતારી લેવા અને નવા ઓરડાના નિર્માણ સહિતના વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોના સમયસર નિકાલ માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે પેન્ડીંગ અરજીઓનો નિકાલ, પેન્શન કેસોની ઝડપી કાર્યવાહી, તાબાની કચેરીઓનું નિયમિત નિરીક્ષણ તથા કચેરી પરિસરમાં સ્વચ્છતા જાળવવા સહિતના વહીવટી મુદ્દાઓની સમીક્ષા કરી હતી અને તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવા તાકીદ કરી હતી. કલેકટરશ્રીએ માર્ગ અને મકાન, સિંચાઈ વિભાગ, વીજવિભાગ, અન્ન અને પુરવઠા વિભાગ, શ્રમ વિભાગ, શિક્ષણ વિભાગ, આંગણવાડી, નેશનલ હાઈવે, રેલ્વે સહિતના વિભાગના સબંધિત અધિકારીઓને તમામ પ્રજાલક્ષી કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અંગે જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં સીએમ ડેશબોર્ડ અન્વયે વિવિધ બાબતો અંગે તમામ કચેરીઓ દ્વારા કરવામા આવેલ કામગીરીની સમીક્ષા કરવામા આવી હતી. તેમજ જે-તે કચેરીની બાકી રહેલ કામગીરી સત્વરે પૂર્ણ કરવા સબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી. આ ઉપરાંત કલેકટરશ્રીએ તમામ કચેરીઓને તેમના જૂના ફર્નીચર તેમજ સરકારી વાહનોનો સમયસર નિકાલ કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જીલુભા સિંધા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રી હર્ષદભાઈ પરમાર, નિવાસી અધિક કલેકટરશ્રી લલિત કુમાર પટેલ, ઈન્ચાર્જ અધિક કલેકટરશ્રી, નાયબ વન સંરક્ષકશ્રી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ