આણંદ ખાતે અમૂલ ડેરીની ગેસ પાઇપલાઇનમાં ગેસ ગળતર અંગે યોજાઇ મોકડ્રિલ
આપત્તિ વ્યવસ્થાપન ટીમ અને ઈમરજન્સી સેવાઓની ત્વરિત કામગીરી
આણંદ, બુધવાર, આણંદ શહેરમાં અક્ષર ફાર્મની પાછળથી પસાર થતી અમૂલ ડેરીની નેચરલ ગેસની પાઇપલાઇનમાં ગેસ ગળતર થવાની સ્થિતિમાં તમામ ઇમરજન્સી સેવાઓની સજ્જતા ચકાસવા માટે એક વિશેષ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની આકસ્મિક આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરી ઝડપથી તથા અસરકારક રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન એકમ દ્વારા આ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સંબંધિત વિભાગોની તત્પરતા અને ઉત્કૃષ્ટ સુમેળ જોવા મળ્યો હતો.
મોકડ્રિલ દરમિયાન ગેસ ગળતર થવાનો મેસેજ મળતા જ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન એકમ (ડિઝાસ્ટર કંટ્રોલરૂમ) તુરંત હરકતમાં આવ્યું હતું. કંટ્રોલરૂમ ખાતેથી સમયસૂચકતા વાપરીને ફાયર વિભાગ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, ૧૧૨ પોલીસ ઇમરજન્સી તથા અન્ય સંબધિત વિભાગોને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. મેસેજ મળતાની સાથે જ તમામ ઇમરજન્સી ટીમોએ નહિવત સમયમાં સ્થળ પર પહોંચીને પોતાની ઉત્કૃષ્ટ કૌશલ્યતા અને ત્વરિત પ્રતિભાવ (રેપિડ રિસ્પોન્સ) દર્શાવ્યો હતો.
આ મોકડ્રિલમાં અમૂલ ડેરીની નિષ્ણાત સેફ્ટી ટીમ અને સુરક્ષા એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. તમામ ટીમોએ સાથે મળીને અત્યંત કુશળતાપૂર્વક ગેસ ગળતર પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો અને સંભવિત આગની સ્થિતિને સફળતાપૂર્વક નિયંત્રિત કરી હતી. તમામ વિભાગો વચ્ચેનો સચોટ સમન્વય અને તાત્કાલિક પ્રતિસાદ આપવાની આ કામગીરીને કારણે મોકડ્રિલ સફળ રહી હતી, જેનાથી કોઈપણ વાસ્તવિક કટોકટી સમયે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો વહીવટી તંત્રનો દ્રઢ સંકલ્પ સાબિત થયો.