Close

આણંદ ખાતે અનુસૂચિત જાતિના કલાકારો માટે પ્રદેશકક્ષાની લોકનૃત્ય તાલીમ શિબિર યોજાશે

Publish Date : 09/01/2026

૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ શિબિરમાં ભાગ લઈ શકશે

શિબિરમાં ભાગ લેવા માંગતા ઈચ્છુક યુવક યુવતીઓએ તા.૧૫ જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે

આણંદ, શુક્રવાર:  ગુજરાત સરકાર હેઠળની ગાંધીનગર સ્થિત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના કલાકારોની પરંપરાગત કલાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલ એક વિશેષ પહેલ અંતર્ગત ચાલુ વર્ષે પ્રદેશ કક્ષા તેમજ રાજ્ય કક્ષાએ લોકનૃત્ય તાલીમ શિબિરનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. જે સંદર્ભે મધ્ય ઝોનની પ્રદેશ કક્ષાની શિબિર આગામી તા.૧૯/૦૧/૨૦૨૬ થી તા.૨૩/૦૧/૨૦૨૬ દરમિયાન આણંદ જિલ્લા ખાતે યોજાશે.

આ શિબિરમાં પ્રત્યેક જિલ્લાના અનુસૂચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા કલાકારો ઝોન કક્ષાએ તથા ત્યારબાદ રાજ્યકક્ષાએ અરજી કરી શકશે. પસંદગી પામેલા શિબિરાર્થીઓને શિબિર સ્થળ સુધી આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, નિવાસ તેમજ ભોજનની સુવિધા રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

શિબિરમાં ભાગ લેવા માંગતા માત્ર અનુસુચિત જાતિના યુવક-યુવતીઓએ સાદા કાગળ પર પોતાની અરજી તૈયાર કરી તેમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો, પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર અને કલાક્ષેત્રે કરેલી કામગીરીની ટૂંકી વિગત દર્શાવવાની રહેશે. આ અરજી સાથે જરૂરી દસ્તાવેજો બિડાણ કરી તા.૧૫/૦૧/૨૦૨૬ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નંબર-૩૦૯, ત્રીજો માળ, જૂના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે રૂબરૂ અથવા ટપાલથી પહોંચાડવાની રહેશે. તેમજ વધુ વિગતો માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી રશ્મીકાંત રાઠોડને તેમના મોબાઇલ નંબર ૭૯૯૦૨૩૯૭૧૪ ઉપર કચેરી સમય દરમિયાન સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.