આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “ખાધ સુરક્ષા ધોરણો અને નિયમન” વિષય પર તાલીમ કાર્યક્રમ યોજાયો
Publish Date : 30/08/2025
આણંદ, શનિવાર: આણંદ કૃષિ યુનિવર્સિટી અને આણંદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીના સંયુક્ત ઉપક્રમે “ખાદ્ય સુરક્ષા ધોરણો અને અને નિયમન” વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ તાલીમ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, જુદી જુદી કોલેજના રેક્ટરશ્રીઓ, મદદનીશ રેક્ટરશ્રીઓ,હોસ્ટેલ સુપરવાઈઝર તેમજ હોસ્ટેલ વોર્ડન, જુદી જુદી હોસ્ટેલમાં ચાલતી મેસના મુખ્ય કર્મી તેમજ તેમની સાથે સંકળાયેલા કર્મચારીઓએ મળીને ૫૦ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડૉ.કે. બી. કથીરિયાએ ઉપસ્થિત રહી ખાધ સુરક્ષાના ધોરણો અને હોસ્ટેલમાં સુચારૂ ભોજન પૂરું પાડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ ખાધ સુરક્ષાના માપદંડો પર સાહિત્ય બનાવવા માટે જણાવ્યુ હતું.
આ તાલીમ કાર્યક્રમના અંતમાં ડૉ. ડી. બી. સિસોદિયાએ આભાર વિધિ કરી હતી.આ પ્રસંગે શ્રીમતી. કલ્પનાબેન પ્રજાપતિ, એફ.એસ.એસ.એ.આઈ. (ઓડીટર), મેરીકો લી., અમદાવાદ દ્વારા તાલીમાર્થીઓને “ખાધ સુરક્ષાના ધોરણો અને નિયમન” વિષે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ તાલીમ દરમ્યાન શ્રી પી. એચ. સોલંકી, શ્રી. એમ.જે. દિવાન અને શ્રી. એ. બી. ભુટકા, ખાધ અને ઔષધ નિયમન તંત્ર, આણંદ જીલ્લો, તથા ડૉ. ડી.એચ. પટેલ, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ આણંદ કૃષિ યુનિવર્સિટીઅને ડૉ. એન. આઈ. શાહ, આચાર્યશ્રી અને વિધ્યાશાખાધ્યક્ષ,બં. અ. કૃષિ મહાવિદ્યાલય ઉપસ્થિત રહ્યા હતા.