Close

આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય સંશોધન કેન્દ્રની મુલાકાતે નાઇજીરિયાના જિગાવા રાજ્યનો ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ

Publish Date : 30/09/2026

બીજ ઉત્પાદન, ગુણવત્તાયુક્ત બીજ પ્રક્રિયા અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ

આણંદ, મંગળવાર , આણંદ સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે નાઇજીરિયાના જિગાવા રાજ્યના પશુપાલન વિકાસ મંત્રાલયના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે મુલાકાત લીધી હતી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મુલાકાતમાં નાઇજીરિયાના નાયબ નિયામક શ્રી બેલ્લો આબ્બા ઈબ્રાહીમ, નાયબ નિયામક (સંશોધન) શ્રી બેલ્લો ઉમર, પશુ અધિકારી શ્રી એહમદ ઉસ્માન તથા પશુ અધિકારી શ્રી તીજાની ઇસીયા હમઝા સામેલ રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે કેન્દ્ર ખાતે કાર્યરત ‘અનુભવ બીજ’ પ્રોસેસિંગ કેન્દ્રની મુલાકાત લઈને ગુણવત્તાયુક્ત બીજ ઉત્પાદન, પ્રોસેસિંગ, ગ્રેડિંગ, પેકેજિંગ તેમજ સંગ્રહ ક્ષમતા સહિતની વિવિધ કામગીરીનું પદ્ધતિસરનું નિરીક્ષણ કર્યું હતું અને બીજ તકનીકી ક્ષેત્રે અપનાવવામાં આવતી આધુનિક પદ્ધતિઓમાં રસ દાખવ્યો હતો. ત્યારબાદ, પ્રતિનિધિમંડળે સંશોધન ફાર્મ ખાતે ડાંગર, મગ, અડદ અને મગફળી સહિતના વિવિધ પાકોના બીજ ઉત્પાદન કાર્યક્રમો અને કેન્દ્ર પર ચાલી રહેલા વિવિધ સંશોધન પ્રયોગોની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.

આ પ્રસંગે નાઇજીરિયન પ્રતિનિધિઓ, NDDBના અધિકારીઓ અને યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો વચ્ચે પાક ઉત્પાદન, ગુણવત્તાયુક્ત બીજ પ્રક્રિયા અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા-વિચારણા થયું હતું. પ્રતિનિધિમંડળે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલતી ઉત્કૃષ્ટ સંશોધન અને બીજ પ્રોસેસિંગ પ્રવૃત્તિઓની પ્રંશસા કરી હતી.