આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન ન્યુ ઓક્શન શરૂ કરાયું
Publish Date : 23/02/2026
તા. ૨૮ ફેબ્રુઆરીથી તા. ૪ માર્ચ સુધી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
આણંદ, શનિવાર: એ.આર.ટી.ઓ કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની NEW SERIES GJ23-EK-0001 થી 9999 તથા LMV(મોટર કાર) NEW SERIES GJ23-CK-0001 થી 9999 શરૂ કરવામાં આવી છે.
પસદગીના નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ONLINE http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે.
તા.૨૮/૦૨/૨૦૨૬ ના રોજ બપોરે ૪-૦૦ કલાકથી તા.૦૪/૦૩/૨૦૨૬ ના રોજ બપોરે ૪-૦૦ કલાક સુધીમાં AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે.
તેમજ તા.૦૪/૦૩/૨૦૨૬ ના રોજ બપોરે ૪-૦૦ કલાકથી તા.૦૬/૦૩/૨૦૨૬ ના રોજ બપોરના ૪-૦૦ કલાક સુધીમાં AUCTION નું Bidding કરવાનું રહેશે.
વધુમાં વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. જે અરજદારે ખરીદી સમયથી સાત (૭) દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે તેવાજ અરજદારો AUCTION માં ભાગ લઇ શકશે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, આણંદ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.