Close

આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા  ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું

Publish Date : 02/05/2026

આણંદ, શુક્રવાર ,એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની NEW SERIES GJ23-EL-0001 થી 9999 શરૂ કરવામાં આવ્યો છે.

પસંદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલીકો તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઇ કર્યા પછી ONLINE http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે.

વધુમાં જણાવ્યા મુજબ તા.04/05/2026ના રોજ સમય 4:00 PM થી તા.08/05/2026 4:00 PM સુધીના સમયમાં AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.08/05/2026 ના રોજ સમય 4:00 PM થી તા.10/05/2026 4:00 PM સુધીના સમયમાં AUCTION નું Bidding કરવાનું રહેશે.

નોંધનીય છે કે વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસની અંદરનાજ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે અને સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. જે અરજદારે ખરીદી સમયથી સાત (૭) દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે તેવાજ અરજદારો AUCTION માં ભાગ લઇ શકશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.