આણંદ અને ઉમરેઠ વિસ્તારના વિકાસને મળશે નવી ગતિ: ₹૪૨ કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજનું ખાતમૂહૂર્ત કરાયું
આણંદ શહેરમાં ગણેશ ચોકડી થી વિધિ હોલ થઈ વઘાસી તરફ જતા રેલવે ઓવરબ્રિજ થવાથી નાગરિકોને ખૂબ જ ફાયદો થશે, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ
આણંદ, બુધવાર, રાજ્ય સરકાર દ્વારા જનઉપયોગી અને લોકકલ્યાણકારી કાર્યોને પ્રાધાન્ય આપતા આણંદ શહેર અને ઉમરેઠ વિધાનસભા ક્ષેત્રને જોડતા મહત્ત્વપૂર્ણ રેલવે ઓવરબ્રિજના નિર્માણ કાર્યનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર પ્રજાની જરૂરિયાતો પ્રત્યે સદાય સંવેદનશીલ રહી છે. આણંદના ગણેશ ચોકડીથી વિધિ પાર્ટી પ્લોટ થઈ વઘાસી તરફ જતા માર્ગ પર ઓવરબ્રિજ બનાવવા માટે સ્થાનિક નાગરિકો દ્વારા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી, જેને ધ્યાને રાખીને સરકારે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
રૂપિયા ૪૨ કરોડના અંદાજિત ખર્ચે સાકાર થઈ રહેલા આ રેલવે ઓવરબ્રિજના મધ્ય ભાગનું નિર્માણ કાર્ય રેલવે વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. હવે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બાકીના કામનું ખાતમૂહૂર્ત કરીને નિર્માણ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ તથા ઉમરેઠના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમાર દ્વારા સતત લોકહિતની રજૂઆતો અને પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આ કામગીરીને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી આવનારી દિવાળી પહેલાં જ પ્રજાજનોની સેવા માટે ખુલ્લો મૂકવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તેમ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું છે.
આ નવો ઓવરબ્રિજ કાર્યરત થવાથી આણંદ, વઘાસી અને ઉમરેઠ વિસ્તારના હજારો નાગરિકો તથા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને સમય તથા બળતણની બચત થશે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમારે નાગરિકોને આ નવી સુવિધા ઉપલબ્ધ થશે તે બદલ શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ પ્રજાહિતના આ મહત્ત્વપૂર્ણ કાર્યને મંજૂરી આપી ઝડપી અમલીકરણ કરાવવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
આ સમયે કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપીકાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મયુરભાઈ સુથાર, મહાનગરપાલિકાના વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ ઉપરાંત કોર્પોરેટરશ્રીઓ, કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જીગર પટેલ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.