Close

આણંદમાં સુરતથી આવેલા યુવકનો મેલેરિયા રિપોર્ટ પોઝિટિવ આવતા મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક; યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

Publish Date : 18/07/2026

મહાનગરપાલિકા દ્વારા પ્રભાવિત વિસ્તારમાં સઘન ફોગિંગ અને તાવના કેસોનો સર્વે હાથ ધરાયો

મેલેરિયા મુક્ત અભિયાન: ખાનગી લેબોરેટરી અને ડોક્ટરોએ પોઝિટિવ કેસની જાણ કરવી ફરજિયાત

૧૫ દિવસની સંપૂર્ણ સારવારથી મેલેરિયાને જડમૂળથી મટાવી શકાય છે: ડો. રાજેશ પટેલ

ચોમાસામાં પાણીના ભરાવા સામે સાવચેતી રાખવા નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશનની અપીલ

આણંદ, શુક્રવાર, આણંદ શહેરમાં સુરતથી આવેલા એક યુવકનો મેલેરિયા રિપોર્ટ પોઝિટિવ આવતા જ કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેલેરિયા અને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સંબધિત વિસ્તારમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેર વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે સઘન ફોગિંગ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી રોગચાળો પ્રસરતો અટકાવી શકાય.

મનપાના તંત્ર દ્વારા લેવામાં આવેલા ત્વરિત પગલાંના ભાગરૂપે, અસરગ્રસ્ત વિસ્તારમાં તાવના કેસોનો સર્વે કરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે જઈને તપાસ કરી રહી છે અને જો કોઈ વ્યક્તિમાં લક્ષણો જણાય તો તેની તુરંત સારવાર કરવાની તજવીજ હાથ ધરી છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય મેલેરિયાના સંક્રમણને શરૂઆતના તબક્કે જ ડામી દેવાનો છે.

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડોક્ટર રાજેશ પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મેલેરિયાના કેસથી ગભરાવાની કોઈ જરૂર નથી. જો કોઈ વ્યક્તિ મેલેરિયાથી સંક્રમિત થાય છે, તો તેણે ૧૫ દિવસ સુધી સતત અને સંપૂર્ણ સારવાર લેવી અત્યંત આવશ્યક છે. સંપૂર્ણ સારવાર લેવાથી મેલેરિયાનો રોગ કાયમી ધોરણે મટી જાય છે અને ભવિષ્યમાં તેનો ઊથલો મારવાનું જોખમ રહેતું નથી. તેમણે વધુમાં જણાવ્યું કે કોઈપણ વ્યક્તિને તાવ આવે તો આ તાવ મેલેરિયા છે કે નહીં તે માટે લોહીની તપાસ કરાવવા અનુરોધ કર્યો છે. તેમણે ભારતને મેલેરિયા મુક્ત બનાવવાના રાષ્ટ્રીય લક્ષ્યાંકને હાંસલ કરવા માટે નાગરિકોનો સહયોગ અનિવાર્ય છે તેમ પણ ઉમેર્યું છે.

આરોગ્ય વિભાગ દ્વારા શહેરના તમામ ખાનગી ડોક્ટરો અને લેબોરેટરી સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ પણ ખાનગી હોસ્પિટલ કે લેબોરેટરીમાં મેલેરિયાનો પોઝિટિવ કેસ મળી આવે, તો તેની જાણ તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને કરવી અનિવાર્ય છે. આ માહિતીના આધારે તંત્ર જે-તે વિસ્તારમાં સમયસર નિવારક પગલાં લઈ શકે છે.

વર્તમાન ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખતા ડોક્ટર રાજેશ પટેલે નાગરિકોને વિશેષ તકેદારી રાખવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાના ઘરના ધાબા પર, ટાંકીઓમાં કે ઘરની આસપાસ ક્યાંય પણ પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. સ્થગિત પાણી મચ્છરોના સંવર્ધન માટેનું કેન્દ્ર બને છે, તેથી ઘર પાસે પાણી ભરાઈ ન રહે તેની સ્થિતિ ટાળવી એ જ મેલેરિયા સામેનું સૌથી મોટું સુરક્ષા કવચ છે.