આણંદમાં જિલ્લા કક્ષાની બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે
Publish Date : 01/12/2025
૦૭ થી ૧૩ વર્ષની વયજૂથના બાળકો સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકોએ તા.૦૮ ડિસેમ્બર સુધીમાં નિયત નમૂનામાં અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ,આણંદ ખાતે અરજી કરવાની રહેશે
આણંદ, ગુરુવાર: રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આણંદ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં જિલ્લાના ૦૭ થી ૧૩ વર્ષની વય મર્યાદા ધરાવતા સ્પર્ધકો ભાગ લઈ શકશે.
આણંદ જિલ્લાના સ્પર્ધામાં ભાગ ઇચ્છુક સ્પર્ધકોએ તા.૦૮/૧૨/૨૦૨૫ સુધીમાં નિયત નમૂનામાં અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં.૩૦૯, 3જો માળ જુના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે ,આણંદ ખાતે મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા બાદ આવનાર ફોર્મ તથા અધૂરી વિગતો વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં,તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, આણંદની અખબારી યાદીમાં જણાવાયું છે.