આણંદની હાડગૂડ પ્રાથમિક શાળા ખાતે દિવાળી વેકેશન ગૃહકાર્ય પોથીનું વિમોચન : વિદ્યાર્થીઓને શાળા સાથે જોડાયેલા રાખવાનો નવતર પ્રયોગ

Publish Date : 04/11/2026
આણંદની હાડગૂડ પ્રાથમિક શાળા ખાતે દિવાળી વેકેશન ગૃહકાર્ય પોથીનું વિમોચન : વિદ્યાર્થીઓને શાળા સાથે જોડાયેલા રાખવાનો નવતર પ્રયોગ

આણંદ, મંગળવાર, પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા, હાડગુડ – આણંદ દ્વારા દિવાળી વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રાખવાના હેતુથી તૈયાર કરવામાં આવેલી ‘દિવાળી વેકેશન ગૃહકાર્ય પોથી – ૨૦૨૬’નું આજરોજ વિમોચન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન પણ અભ્યાસ સાથે જોડાયેલા રહે તેમની સર્જનાત્મકતા અને જિજ્ઞાસા જળવાઈ રહે તેમજ મોબાઈલના વધુ પડતા ઉપયોગથી દૂર રહી રચનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે તેવા ઉમદા હેતુ સાથે શાળા દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા, હાડગુડ દ્વારા વર્ષ ૨૦૨૩ થી દર વેકેશનમાં વિદ્યાર્થીઓને શાળા સાથે શૈક્ષણિક રીતે જોડાયેલા રાખવા માટે વિવિધ નવતર પ્રયોગો કરવામાં આવે છે. આ જ પરંપરાને આગળ વધારતાં વર્ષ ૨૦૨૬ના દિવાળી વેકેશનમાં પણ વિદ્યાર્થીઓ માટે વિશેષ ગૃહકાર્ય પોથી તૈયાર કરવામાં આવી છે.જે શાળામાં અભ્યાસ કરતા 900 વિદ્યાર્થીઓને ધોરણ પ્રમાણેની આપવામાં આવેલ છે.

આ પોથી માત્ર પરંપરાગત ગૃહકાર્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓમાં સ્વઅધ્યયન, વાંચન, લેખન, સર્જનાત્મકતા અને રોજિંદા જીવન સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ વિકસાવવાનો એક પ્રયાસ છે. વિદ્યાર્થીઓ વેકેશનનો સમય આનંદપૂર્વક અને શૈક્ષણિક રીતે ઉપયોગ કરી શકે તેમજ શાળા સાથેનો તેમનો સંબંધ વધુ મજબૂત બને તે દિશામાં આ પ્રયોગ મહત્વપૂર્ણ બની રહેશે.

શાળાના આ પ્રયાસથી વેકેશન દરમિયાન પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ સતત ચાલુ રહેવાની સાથે વાલીઓ અને શાળા વચ્ચેનું જોડાણ પણ વધુ મજબૂત બનશે. શાળાનો આ નવતર અભિગમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. સમગ્ર આયોજન શાળાના મુખ્ય શિક્ષક હિરેનભાઈ મેકવાન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે.