આણંદના પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહિદની અધ્યક્ષતામાં જિલ્લામાં આપદા પ્રબંધન અને પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
Publish Date : 09/05/2025
આણંદ,ગુરુવાર: આણંદના પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહિદની અધ્યક્ષતામાં જિલ્લામાં આપદા પ્રબંધન અને પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક કલેકટર કચેરીયા આણંદ ખાતે યોજાઈ હતી.
પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહિદે જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર વેળાએ તંત્ર સજાગ રહીને કામગીરી કરે તે આવશ્યક છે. માર્ગદર્શક સૂચનો આપતા તેમણે જણાવ્યું હતું કે, આપદા સમયે અસરગ્રસ્તોને જરૂરિયાત મુજબ શેલ્ટર હોમમાં ખસેડવાથી લઈને તેમના રાશન,પીવાનું શુધ્ધ પાણી તથા આરોગ્ય વિષયક સુવિધા સત્વરે મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહે છે.
આ ઉપરાંત તેમણે ઉમેરતાં જણાવ્યું હતું કે,આરોગ્ય વિષયક સેવા, દવાઓની ઉપલબ્ધતા, તાલુકા મથક ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરવો, અનાજનો જથ્થો, તથા ફાયર સેફ્ટી વિષયક સેવાઓમાં પણ જરૂર પડે ત્યારે ખાનગી ક્ષેત્રની સેવાઓ મળી રહે તે માટે અગાઉથી જ તૈયારી કરવા પણ ખાસ ભાર આપવામાં આવ્યો છે.
વિશેષમાં પ્રભારી સચિવશ્રીએ કોમ્યુનિકેશનનું સચોટ વે જિલ્લાથી ગ્રામ્ય વિસ્તારોમાં એક સરખો જળવાય તેના પર અગત્યતા આપી હતી. આ ઉપરાંત વાવાઝોડા પવન સાથે ભારે વરસાદ પડે ત્યારે ઝાડ પડવાથી રસ્તો બ્લોક થઈ જાય તેવા સંજોગોમાં તાત્કાલિક વન વિભાગ અને માર્ગ અને મકાન વિભાગ સંકલન કરીને વહેલામાં વહેલી તકેર રસ્તો ખુલ્લો કરે તે જોવા જણાવ્યું હતું. જેથી કરીને અન્ય અફવાઓ જેવી પરિસ્થિતિ બચી શકાય છે.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ બેઠક પૂર્વે ડિઝાસ્ટર દરમિયાન તંત્ર દ્વારા કરાયેલ કાર્યવાહીથી પ્રભારી સચિવશ્રીને અવગત કરાયા હતા. કલેકટર શ્રી એ આણંદ જિલ્લા વહીવટી તંત્ર ડિઝાસ્ટર ની કોઈપણ પરિસ્થિતિ ઉભી થાય તો પહોંચી વળવા ટીમ તૈયાર હોવાનું જણાવ્યું હતું અને તાલુકા કક્ષાના લાઇસન અધિકારીઓની નિમણૂક કરી હોવાનું અને પ્રિમોન્સૂન કામગીરી પણ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પ્રભારી સચિવશ્રીએ પણ તંત્રની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં આણંદ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, એનસીસીના અધિકારીઓ, ઓએનજીસીના અધિકારીઓ, નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આણંદના પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહિદની અધ્યક્ષતામાં જિલ્લામાં આપદા પ્રબંધન અને પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

આણંદના પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહિદની અધ્યક્ષતામાં જિલ્લામાં આપદા પ્રબંધન અને પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
