આણંદના નાવલી ખાતે NCC ના ફાયરિંગ પ્રેક્ટિસ કેમ્પને પગલે જનતા અને પશુઓની હેરફેર કે અવરજવર કરવા પર મનાઈ ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ
આણંદ, બુધવાર , આણંદ જિલ્લાના નાવલી ખાતે આવેલી એન.સી.સી. લીડરશીપ એકેડમીમાં તા.૧૭/૧૧/૨૦૨૬ થી તા.૨૮/૧૧/૨૦૨૬ સુધી યોજાનાર વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ કેમ્પને ધ્યાનમાં રાખીને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી (ઈન્ચાર્જ) એસ.ડી.પટેલે તેઓને મળેલ સત્તાની રૂઈએ એક જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામા અનુસાર, તા.૧૭/૧૧/૨૦૨૬ થી તા.૨૮/૧૧/૨૦૨૬ સુધીના નિર્ધારિત દિવસો દરમિયાન આણંદ (રૂરલ) પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નાવલી એન.સી.સી. એકેડમીના એક કિલોમીટર વિસ્તારમાં પશુઓ તથા માણસોની હેરાફેરી તેમજ જાહેર ઉપયોગ માટેના માર્ગો બંધ રાખવા હુકમ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામા મુજબ કેમ્પ દરમિયાન જાહેર જનતાને ફાયરિંગ બટના સમગ્ર વિસ્તારમાં વગર પરવાનગીએ પ્રવેશ ન કરવા તથા પોતાના આશ્રિત પશુઓ વગેરેને આ સ્થળથી દૂર રાખવા તથા આ જગ્યાએ પશુઓ અવર જવર કરે નહીં તેની તકેદારી રાખવાનો હુકમ ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.