આણંદના આંગણવાડી કેન્દ્રોમાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ જન્માષ્ટમી: કાનુડાના જયઘોષથી ગુંજી ઉઠ્યા આંગણવાડી કેન્દ્રો
Publish Date : 07/09/2026
આણંદ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી તેજલબેનના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં જન્માષ્ટમી પર્વની ખૂબ જ ધામધૂમથી અને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે દરેક આંગણવાડી કેન્દ્રને સુંદર અને આકર્ષક રોશની તથા શણગારથી સજાવવામાં આવ્યા હતા. ભૂલકાંઓમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઈને ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સવમય બની ગયું હતું.
ઉજવણી દરમિયાન આંગણવાડીના નાનકડા બાળકો શ્રીકૃષ્ણ અને રાધાજીના મનમોહક વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા. આ તકે કાર્યકર બહેનો દ્વારા બાળકોને ભગવાન શ્રીકૃષ્ણના જન્મ, તેમની મનોહર બાળલીલાઓ તેમજ જન્માષ્ટમીના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે સરળ શૈલીમાં સમજણ આપવામાં આવી હતી.
બાળકોએ પણ શ્રીકૃષ્ણના બાળસ્વરૂપને અનુરૂપ વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે વિશેષ રૂપે ‘મટકી ફોડ’ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોએ ખૂબ જ આનંદપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત કૃષ્ણ ભજનો અને મધુર બાળગીતોની ગુંજથી આંગણવાડી પરિસર કૃષ્ણમય બની ગયું હતું. ભૂલકાંઓની સાંસ્કૃતિક કૃતિઓ અને ઉત્સાહથી કાર્યક્રમમાં અનોખી રોનક પથરાઈ હતી.
આ સમગ્ર આયોજન દ્વારા બાળવયથી જ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને તહેવારો પ્રત્યે આદર તથા જાગૃતિ કેળવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આંગણવાડી કાર્યકર બહેનોના કુશળ આયોજન અને મહેનતના પરિણામે આ ઉજવણી તમામ બાળકો અને વાલીઓ માટે અત્યંત આનંદદાયક, પ્રેરણાદાયી અને યાદગાર બની રહી હતી.