આજે આણંદ ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાશે
Publish Date : 18/06/2026
આણંદ, બુધવાર , વડાપ્રધાનશ્રીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે “વિકસિત ભારત સંકલ્પ સંમેલન” અંતર્ગત આણંદ જિલ્લામાં તારીખ ૧૮, જૂન ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આણંદ કૃષિ યુનિવર્સિટીના BACA હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે ઉદ્દેશ્યથી યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી, આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડા તથા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે આણંદ જિલ્લાના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયુરીબેન પટેલ, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દિપીકાબેન પટેલ, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. એન. આઈ. શાહ સહિતના મહાનુભાવો પ્રેરક ઉપસ્થિત રહેશે.