આગામી મહોરમ-તાજીયાના તહેવારને ધ્યાને લઈ ટ્રાફીક નિયમન જળવાઈ તે માટે જાહેરનામું પ્રસિદ્ધ
Publish Date : 25/06/2026
આણંદ, બુધવાર , આગામી તા.૨૫-૨૬/૦૬/૨૦૨૬ ના રોજ મહોરમ-તાજીયાના તહેવારની ઉજવણી થનાર હોય. આ તહેવારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા કાઢવામાં આવતા હોય જે તાજીયા સામરખા ચોકડીથી સામરખા ભાલેજ ઓવરબ્રીજ થઈ ગોયા તળાવ ખાતે જતા હોઈ તે દરમ્યાન ટ્રાફીક નિયમન જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી લલિતકુમાર એ.પટેલ (GAS) એ તેઓને મળેલ સત્તાની રૂઇએ તા.૨૫/૦૬/૨૦૨૬ ના રોજ કતલની રાત્રે ક.૨૦/૦૦ થી તા.૨૬/૦૬/૨૦૨૬ ના ક.૦૨/૦૦ સુધી તેમજ તા.૨૬/૦૬/૨૦૨૬ ના રોજ મહોરમ (તાજીયા ઝુલુસ) તહેવાર દરમ્યાન ક.૧૩/૦૦ થી ક.૨૨/૦૦ સુધી કેટલાક રૂટ પર પ્રવેશબંધી કરી આ જાહેરનામામાં જણાવ્યા મુજબ રૂટ ડાયવર્ટ કરવા અને ડાયવર્ટેડ રૂટનો ઉપયોગ કરવા હુકમ ફરમાવ્યો છે.
આ જાહેરનામા મુજબ આણંદ નવા બસ સ્ટેન્ડ ગોયા તળાવથી સામરખા ચોકડી તરફ જતા વાહનો આણંદ નવા બસ સ્ટેન્ડથી ગ્રીડ ચોકડી થઈ લોટીયા ભાગોળ ઓવરબ્રીજ થઈ ગણેશ ચોકડી ચીખોદ્રા ચોકડી થઈ સામરખા ચોકડી તરફ જઈ શકશે તેમજ સામરખા ચોકડી થી આણંદ નવા બસ સ્ટેન્ડ તરફ પ્રવેશતા વાહનો સામરખા ચોકડી થી ચીખોદ્રા ચોકડી થઈ ગણેશ ચોકડી થઈ આણંદમાં પ્રવેશ કરી શકશે.
જાહેરનામા મુજબ જુના દાદર થી ગુજરાતી ચોક, મહાવિર માર્ગ, મહેન્દ્રશાહ હોસ્પિટલ તરફ જતા વાહનો જુના દાદરથી લક્ષ્મી ચાર રસ્તા, પાયોનીયર હાઈસ્કૂલ તરફ થઈને જવાનું રહેશે. એજ રીતે આણંદ ૮૦ ફૂટ રોડ તથા સંકેત ચાર રસ્તા તરફથી અટલ ચોક ૧૦૦ ફૂટ રોડ થઈ સામરખા ચોકડી તરફ જતા વાહનો- આણંદ ગ્રીડ ચોકડી થઈ લોટીયા ભાગોળ ઓવરબ્રીજ થઈ ગણેશ ચોકડી, ચીખોદ્રા ચોકડી થઈ સામરખા ચોકડી તરફ જવાનું રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.