આંકલાવ આઈ.ટી.આઈ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની લીધી મુલાકાત
Publish Date : 27/01/2026
આણંદ જિલ્લાની સંસ્થાઓ ફાયર સેફટીની જાણકારી મેળવવા માટે આણંદ ફાયર બ્રિગેડની મુલાકાત લે
આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગર પાલિકા સંચાલિત આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ડિઝાસ્ટરના સમયે કરવામાં આવતી કામગીરી જેમાં ઈમરજન્સી રેસ્ક્યુ વિહિકલના ઇક્યુપમેન્ટનો ઉપયોગ,આગ ના પ્રકાર અને આગ બુઝાવવાની પદ્ધતિઓ, ફાયર ફાઈટિંગ નું પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન જેવી કામગીરી કરવામાં આવે છે.
ડિઝાસ્ટરના સમયે કરવામાં આવતી કામગીરી ની જાણકારી માટે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, આંકલાવ ( I.T.I ) ના 65 જેટલા વિધાર્થીઓ તેમજ 4 શિક્ષકોએ કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની મુલાકાત લીધી હતી. તેમણે આ મુલાકાત દ્વારા ખૂબ જ સારી જાણકારી મળી તેમ જણાવી ડિઝાસ્ટરના સમયે ખૂબ જ ઉપયોગી નિવડશે તેમ જણાવ્યું હતું.
કરમસદ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ ફાયરમેન રઘુવીરસિંહ પઢીયાર, સતીશ બામણીયા, મુકેશ પરમાર, યુવરાજસિંહ રાઠોડ દ્વારા ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવતી કામગીરી તેમજ ઈમરજન્સી રેસ્ક્યુ વિહિકલ ના ઇક્યુપમેન્ટ નો ઉપયોગ, તેમજ આગ ન પ્રકાર અને આગ બુઝાવવાની પદ્ધતિઓ, ફાયર ફાઈટિંગ નું પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન કરી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કરમસદ આણંદ ફાયર બ્રિગેડ દ્વારા આણંદ જિલ્લાની સસ્થાઓ ફાયર અવેરનેશ જાણકારી માટે આવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે જેથી ખાસ કરીને યુવાઓમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતતા ફેલાવી શકાય તેમ હાયર ઓફિસર ધર્મેશ ગોર દ્વારા જણાવવામાં આવ્યું છે.