Close

આંકલાવના ભેટાસી વાંટા ખાતે અન્ન અને પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો

Publish Date : 24/06/2026

મંત્રીશ્રીના હસ્તે કુલ ૯૩ ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપીને ઉષ્માભેર સ્વાગત કરાયું

મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાલવાટિકામાં ૪૭, આંગણવાડીમાં ૪૧ અને ધોરણ-૯ માં ૦૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવેશ મેળવ્યો

આણંદ, મંગળવાર:: ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવા માટે હાથ ધરવામાં આવેલા ‘કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ’ અંતર્ગત આંકલાવ તાલુકાની પ્રાથમિક શાળા, ભેટાસી વાંટા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

ભેટાસી વાંટા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ પ્રવેશોત્સવ દરમિયાન મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે ભૂલકાંઓનું કુમકુમ તિલક લગાવી, મોં મીઠું કરાવીને શાળા પરિવારમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ૪૭ જેટલા નાના ભૂલકાંઓએ બાલવાટિકામાં પ્રવેશીને પોતાના શિક્ષણ પ્રવાસના પ્રથમ પગથિયાં માંડ્યા હતા. જ્યારે ૪૧ બાળકોને આંગણવાડીમાં દાખલ કરી શિક્ષણના પાયા સાથે જોડવામાં આવ્યા હતા. તેમજ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધતા ૦૫ નવા વિદ્યાર્થીઓને ધોરણ-૯ માં ઉત્સાહભેર પ્રવેશ કરાવાયો હતો.

શાળામાં પ્રવેશ મેળવનાર તમામ નૂતન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મંત્રીશ્રીના હસ્તે શૈક્ષણિક કીટ અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ અંતે મંત્રીશ્રી અને મહાનુભવો દ્વારા શાળા પરિસરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.