Close

અલારસા આંકલાવ રોડ ઉપર રૂપિયા 195 લાખના ખર્ચે તૈયાર થયેલ નવું બોક્સ કલવર્ટ (નાળું) નું લોકાર્પણ કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી

Publish Date : 18/12/2025

આણંદ, ગુરૂવાર: બોરસદ અને આંકલાવને જોડતા ટૂંકમાં ટૂંકા રસ્તો જે 11 કિલોમીટરની લંબાઈનો છે, ત્યાં અલારસા કોસીન્દ્રા રોડ ઉપર ગત વર્ષના ચોમાસા દરમિયાન વધારે પાણીની આવક થતા રસ્તા ઉપર સ્લેપ ડ્રેન થતા રસ્તો ખરાબ થયો હતો. આ રસ્તો બોરસદ અને આંકલાવને જોડતો રસ્તો હોય તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા નવીન બોક્સ કલવર્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા રૂપિયા 195 લાખના ખર્ચે તાત્કાલિક અસરથી અલારસા ગામની પાસે આવેલ અલારસા આકલાવ રોડ ઉપર નવું નાળું બનાવવાની કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે.

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે આજે અલારસા આકલાવ રોડ ઉપર નવું બનાવવામાં આવેલ બોક્સ કલવર્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે આ નાળું બોરસદ અને આંકલાવને જોડતા રસ્તા ઉપરનું મુખ્ય નાળું હોય આજુબાજુના ગ્રામજનોને અવર જવરમાં સુવિધા રહેશે.

મંત્રી શ્રી એ વધુમાં ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે બને તેટલી ઝડપથી ચોમાસા દરમિયાન ખરાબ થયેલ રસ્તાઓ નવા બનાવવામાં આવી રહ્યા છે અને તેના ભાગરૂપે જ આ કામગીરી કરવામાં આવી છે પરંતુ ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝડપથી આ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે જે ગ્રામજનો માટે સુવિધા રૂપ બનશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્ય, સરપંચ શ્રી સહિત ગામ આગેવાનો અને માર્ગ અને મકાન વિભાગના નાયબ ઇજનેર શ્રી જીગર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.