અન્ન અને પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં આંકલાવ ખાતે ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ યોજાયો
Publish Date : 24/06/2026
આંકલાવ તાલુકાની પીએમ શ્રી ભેટાસી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે બાળકોને શાળા પ્રવેશ કરાવતા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી
શિક્ષણ એ જીવનને ઉન્નત અને સુખમય બનાવવાનું શ્રેષ્ઠ માધ્યમ: મંત્રી શ્રી રમણભાઈ સોલંકી
વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રોપેલું પ્રવેશોત્સવનું બીજ આજે વટવૃક્ષ બન્યું : મંત્રીશ્રી રમણભાઈ સોલંકી
આણંદ, મંગળવાર, આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પીએમ શ્રી ભેંટાસી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં ‘કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ બાલવાટિકા અને ધોરણ-૧ માં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી શાળા પરિવારમાં આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં આંગણવાડીમાં ૨૮ અને બાલવાટિકા માં ૩૩ બાળકોને પ્રવેશ કરાવાયો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણનું સ્તર સુધારવા, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. આજે વર્ષ ૨૦૨૬માં આ અભિયાનના ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે શાળાઓમાં દીકરીઓની સંખ્યા અને શિક્ષણમાં તેમનું યોગદાન નોંધપાત્ર રીતે વધ્યું છે. ભેટાસી શાળાના આંકડાનો ઉલ્લેખ કરતા તેમણે ગર્વભેર જણાવ્યું કે, શાળાના કુલ ૫૨૫ વિદ્યાર્થીઓમાંથી ૨૭૬ દીકરીઓ અભ્યાસ કરી રહી છે, જે આ અભિયાનની સફળતા દર્શાવે છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશની 14,500 શાળાઓને ‘પીએમ શ્રી’ શાળા તરીકે વિકસાવવાનો સંકલ્પ કર્યો છે. આંકલાવ તાલુકા માટે ગૌરવની વાત છે કે તાલુકાને ૪ પીએમ શ્રી શાળાઓ મળી છે, જે પૈકીની એક ભેટાસી શાળા છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ભણવા માટે સરકાર તરફથી વિશેષ સુવિધાઓ, પૂરતા શિક્ષકો, શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસ માટે વિશેષ જોગવાઈઓ પૂરી પાડવામાં આવી રહી છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, શિક્ષણ એ માણસમાં રહેલી આંતરિક શક્તિઓને ઉજાગર કરવાનું માધ્યમ છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ મુખ્ય બાબતો – બાળકનું નામાંકન, નિયમિત હાજરી અને ગુણવત્તાસભર શિક્ષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સરકારે પુસ્તકો, ડ્રેસ, ફી માફી અને શિષ્યવૃત્તિ જેવી તમામ ભૌતિક સુવિધાઓની જવાબદારી પૂર્ણ કરી છે, ત્યારે હવે વાલીઓ અને શિક્ષકોએ સાથે મળીને બાળકના ભવિષ્યના નિર્માણ માટે પોતાની ફરજ નિભાવવી પડશે. ગુણવત્તાસભર શિક્ષણ જ આવનારા સમયમાં બાળકો માટે પ્રગતિની શ્રેષ્ઠ સીડી બનશે.
શાળા છોડી ગયેલા (ડ્રોપઆઉટ) બાળકોને ‘બેક ટુ સ્કૂલ’ અને ‘કન્ટીન્યુ સ્કૂલ’ અભિયાન હેઠળ ફરીથી ધોરણ-૧૨ સુધી સતત અભ્યાસ સાથે જોડવા સરકાર કટિબદ્ધ છે. પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટિકામાં અને છ વર્ષ પૂર્ણ કરનારને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવ્યો છે. શિક્ષણ વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે સરકારે શિક્ષકોની દર મહિને અને વાલીઓની દર ત્રણ મહિને ફરજિયાત બેઠક યોજવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત, સતત ગેરહાજર રહેતા બાળકોના વાલીઓ સાથે શિક્ષકો રૂબરૂ સંપર્ક કરી વિદ્યાર્થીની નિયમિતતા સુનિશ્ચિત કરશે.
વડાપ્રધાનશ્રીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મંત્રીશ્રીએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને સૌને એક એક વૃક્ષ વાવવા પ્રેરિત કર્યા હતા.
બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા મંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રીની વિનંતીનો સંદર્ભ આપી જણાવ્યું કે, શિક્ષકોને શાળામાં જ બાળકોને ટ્રાફિકના નિયમો, રસ્તો કેવી રીતે ક્રોસ કરવો અને રસ્તા પર ચાલતી વખતે રાખવી પડતી સંયમતા અંગે વિશેષ ટ્રેનિંગ આપવા જણાવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી સર્વ શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી ગણપતસિંહભાઈ, શ્રી મિહિરભાઈ, શ્રી અલ્પેશભાઈ, તાલુકાના ઉચ્ચ અધિકારીઓ, શાળા પરિવાર, એસ.એમ.સી (SMC) ના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.