અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા તા.૨૫ નવેમ્બર સુધી ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

Publish Date : 23/11/2026

આણંદ, શનિવાર,  આણંદ જિલ્લામાં તા.૨૫/૧૧/૨૦૨૬ સુધી મહેળાવ પો.સ્ટે.ના મોરડ ગામ, આણંદ – સોજિત્રા રોડ ખાતે પ.પૂજ્ય દાદા ભગવાનની ૧૧૯ મી જન્મજયંતિની ઉજવણી થનાર છે. આ ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આણંદના ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.ડી.પટેલે તેઓને મળેલ સત્તાની રૂઇએ તા.૨૫/૧૧/૨૦૨૬ સુધી આ જાહેરનામામા જણાવેલ જિલ્લામાં કેટલાક માર્ગોએ વાહનો વાળવા(ડાયવર્ટ કરવા)નો હુકમ ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આ જાહેરનામા મુજબ, રૂટ નં.-૧ હેઠળ આણંદ તરફથી આવતા ભારે વાહનો સંદેશર ચોકડીથી તારાપુર તરફ જઈ શકશે નહી, તેના ડાયવર્ઝન રૂટ તરીકે આણંદ તરફથી આવતા ભારે વાહનો સંદેશર ચોકડીથી તારાપુર તરફ સંદેશર ચોકડીથી સંદેશર ગામ, સિંહોલ, ભવાનીપુરા, રંગાઈપુરા ચોકડીથી પેટલાદ તરફ તથા બાંધણી ચોકડી તરફ જઈ શકશે. તેમજ રૂટ નં.-૨ હેઠળ તારાપુર બાજુથી આણંદ જતા વાહનો બાંધણી ચોકડીથી આણંદ તરફ જઈ શકશે નહી, તેના ડાયવર્ઝન રૂટ તરીકે તારાપુર બાજુથી આણંદ જતા વાહનો બાંધણી ચોકડીથી પેટલાદ તરફ, રંગાઈપુરા ચોકડીથી ભવાનીપુરા ગામથી સિંહોલથી સંદેશર ગામથી સંદેશર ચોકડીથી આણંદ તરફ જઈ શકશે.

આ જાહેરનામા મુજબ સરકારી વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયરબ્રિગેડના વાહનોને આ પ્રતિબંધ લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.