અખબારી યાદી
આણંદ કસ્બાતી સમાજનો ઈનામ વિતરણ અને સન્માન સમારોહ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી ની ઉપસ્થિતિમાં યોજાયો
યુવા પેઢીએ ઉચ્ચ શિક્ષણનાં માધ્યમથી સમાજમાં બદલાવ સાથે દેશનાં વિકાસમાં યોગદાન આપવા આગળ આવવું જોઈએઃ મંત્રીશ્રી રમણભાઈ સોલંકી
આણંદ, બુધવાર, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આણંદ શહેર મુસ્લિમ સમાજ વેલ્ફેર ટ્રસ્ટનાં ઉપક્રમે સમાજનાં તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ અને સમાજનાં સેવકોનો સન્માન સમારોહ લાયન્સ હોલ આણંદ ખાતે યોજાઈ ગયો.
આ પ્રસંગે કેબીનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે શિક્ષણ થકી જ સમાજમાં બદલાવ લાવી શકાશે અને બદલાવ થકી સમાજ અને દેશનો વિકાસ કરી શકાશે,તેઓએ સમાજમાં શિક્ષણ માટે ભાર મુકતા કહ્યું હતું કે આજે જ્ઞાનનો .યુગ છે,અને જ્ઞાન વહેંચવાથી ધટતું નથી વધે્ છે,ત્યારે ઉચ્ચ શિક્ષણ થકી સમાજનાં વિકાસની સાથે દેશનાં વિકાસમાં આવનારી પેઢી મહત્તમ યોગદાન આપે તે માટે આવનારી પેઢીને ઉચ્ચ શિક્ષણથી સજ્જ કરવા અનુરોધ કર્યો હતો.તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ દેશનાં વિકાસ માટે સતત કામ કરી વિવિધ યોજનાઓ મુકવામાં આવી છે,જેથી શિક્ષણ થકી સમાજ સતત પ્રગતિનાં પંથે આગળ વધી રહ્યો છે,.તેઓએ યુવા પેઢીને પણ શિક્ષણ થકી સમાજમાં બદલાવ લાવવા અનુરોધ કર્યો હતો.
આણંદ શહેરની વિવિધ સામાજીક,શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપી વર્ષો સુધી સંસ્થાઓમાં સેવા આપી સમાજનાં શૈક્ષણિક અને સામાજીક ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહેનાર નિવૃત્ત ઈન્કમટેક્ષ અધિકારી હાજી રીયાઝુદ્દીન કાદરીનું સમાજ સેવા વિશિષ્ઠ એવોર્ડ અને સન્માનપત્ર આપી સાલ ઓઢાડી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પીરે તરીકત સૈયદ જલાલીબાપુ કારંટાવાળાએ તિલાવતે કુરઆનથી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા બાદ ટ્રસ્ટનાં પ્રમુખ યાવરહુશેન ઠાકોરએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે મહેમાનપદે ઉપસ્થિત સાદીકઅલી સૈયદ (નિવૃત્ત એન્જીનીયર)એ પ્રાસંગિક પ્રવચન કરતા સમાજમાં શિક્ષણનાં પ્રસાર પર ભાર મુકયો હતો,તેમણે કહ્યું હતું કે સમાજનાં સર્વાંગી વિકાસ માટે શિક્ષણ મહત્વનું છે.
આ સમયે પીરેતરીકત સૈયદ અબરારહુશેન બાપુએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું હતું કે આજનાં સમયમાં દિની અને દુન્યવી શિક્ષણ બન્ને જરૂરી છે,ઈસ્લામએ દિનની તાલીમ સાથે્ તીજારત માટેની તાલીમ પર દર્સાવી છે,જેથી તેઓએ દિનએ બતાવેલા તરીકા પરથી દુન્યવી શિક્ષણ પ્રાપ્ત કરવામાં આવે તો સમાજમાં શૈક્ષણિક વિકાસ થશે અને શૈક્ષણિક વિકાસ થશે તો આર્થિક અને સામાજીક વિકાસ પણ તેઓએ સમાજની આવનારી પેઢીને શિક્ષિત કરવા પર ભાર મુકયો હતો.
આ તકે એસએસી,એચએસસી અને સ્નાતક તેમજ ડોકટર,એન્જીનીયરની પદવી મેળવનાર તેજસ્વી તારલાઓનું રાજયનાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રાલયનાં કેબીનેટ મંત્રી રમણસિંહ સોલંકી,અને ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે ટ્રોફી,સન્માનપત્ર અને પારિતોષિક આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આણંદ શહેરમાં મુસ્લિમ સમાજનાં આર્થિક સામાજીક અને શૈક્ષણિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેનાર મર્હુમ મહેબુબખાન રહીમખાન પઠાણને તેઓએ સમાજ માટે આપેલી સેવાઓને લઈને મરણોત્તર સન્માન કરતા સન્માનપત્ર અને શીલ્ડ આપી સન્માનિત કરતા આ સન્માન તેઓનાં પૌત્ર દ્વારા સ્વિકારવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ ગોકુલ યુનિવર્સીટી અને વસ્તાનવી યુનિવર્સીટીનાં પૂર્વ કુલપતિ ડૉ.અકીલ સૈયદએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આજે સમાજમાં શિક્ષણનું સ્તર વધી રહ્યું છે,જે આવકારદાયક છે,આજે આપણે દરેક ક્ષેત્રનાં તજજ્ઞોની જરૂર છે,જેથી દરેક ક્ષેત્રમાં આપણા યુવાનો પોતાનું યોગદાન આપી શકે ,તેઓએ કહ્યું હતું કે માત્ર શિક્ષણ નહી પરંતુ ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરી નોકરી મેળવનાર કરતા અન્ય લોકોને નોકરી આપનાર નોકરી દાતા બનવા અનુરોધ કર્યો હતો.
સન્માનનો પ્રત્યુત્તર હાજી રીયાઝુદ્દીન કાદરીએ આપ્યો હતો. અંતમાં આભારવિધી ટ્રસ્ટનાં સભ્ય મુખ્તયારહુશેન ઠાકોરએ કરી હતી.

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટનાં શકીલ મલેક પાલિકાવાળા,શાહબુદ્દીન મલેક,આરીફ ચૌહાણ,અસલમ ખોખર,સલીમ કે.જી.એન,મુન્નાભાઈ સાયકલવાળા,ઉસ્માનભાઈ નડીયાદવાળાએ ભારે ઝહેમત ઉઠાવી હતી,કાર્યક્રમનું સફળ સંચાલન અર્સિમ ખલીફા,અને ફિરોજ મલેકએ કર્યું હતું.