અખબારી યાદી
Publish Date : 01/10/2026
આણંદમાં રાજયકક્ષાના વર્લ્ડ ફાર્માસિસ્ટ્સ ડે અને નેશનલ ફાર્મસી વીક–૨૦૨૬ની ઉજવણી કરાઈ
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ શ્રી મોન્ટુકુમાર પટેલ અને ઉપપ્રમુખ શ્રી જશુભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ ફાર્મસી ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌને જોડીને એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ તથા એન્ટિબાયોટિક્સના તર્કસંગત ઉપયોગ અંગે જનજાગૃતિ ઊભી કરવાના હેતુથી આ જાગૃતિ અભિયાન ગુજરાત રાજ્યમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ / રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના આણંદ શહેરને રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત માટે પસંદ કરવામાં આવ્યું હતું, જે દેશના અન્ય ૨૦ થી વધુ રાજ્યોમાં ૪૦ થી વધારે એવરેનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવા માટે એક મોડેલ તરીકે સેવા આપશે. આ પહેલનો ઉદ્દેશ ભારત સરકાર અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સંયુક્ત વિઝનને સાકાર કરવાનો છે, જેમાં વિદ્યાર્થીઓના સ્તરે રહેલી જાગૃતિને રાજ્યસ્તરીય જાહેર આરોગ્ય ચળવળમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓમાં આશરે ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓએ કોલેજ સ્તર પર ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમનું મૂલ્યાંકન ૯૦ થી વધુ ફાર્મસી શિક્ષણવિદો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાંથી ૧૨૦૦ ચુનંદા વિધાર્થીઓ આ કાર્યક્રમ નો ભાગ બન્યા.
કાર્યક્રમની શરૂઆત AMR જાગૃતિ રેલીનું આયોજન વૃંદાવન ગ્રાઉન્ડથી સરદાર પટેલ યુનિવર્સિટી સુધી કરવામાં આવ્યું હતું. આ રેલીની શરૂઆત કરમસદ આણંદ મહાનગર પાલિકાના મેયર શ્રીમતી દિપીકાબેન પટેલ થતા ડેપ્યુટી મેયર શ્રી કમલેશભાઈ ડાભી, સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. નિરંજનભાઈ, SRKSM પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, SPEC પ્રમુખ શ્રી શીતલભાઈ તથા PCI સેન્ટ્રલ કાઉન્સિલના ઉપસ્થિત સભ્યો દ્વારા કરવામાં આવી હતી. આ રેલીમાં આશરે ૨૦૦૦ થી વધારે ભાવિ ફાર્માસિસ્ટો અને ફાર્મસી ક્ષેત્રના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
SPU ઑડિટોરિયમ ખાતે ખેડા લોકસભા મતવિસ્તારના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, ભારતીય જનતા પાર્ટી (ગુજરાત)ના જનરલ સેક્રેટરી ડૉ. પ્રશાંત કોરાટ,આણંદ વિધાનસભા MLA શ્રી યોગેશભાઈ પટેલ (બાપજી) તથા આણંદ બીજેપી પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઉપપ્રમુખ શ્રી જશુભાઈ ચૌધરી, PCIના Executive Committee Member ડૉ. અતુલ કુમાર નાસા, ડૉ. અનિલ નાયક, પ્રમુખ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, પ્રો. (ડૉ.) નિરંજન પટેલ, Vice chancellor, સરદાર પટેલ યુનિવર્સિટી તથા ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ડૉ. શ્રીકાંત જોશી, ડૉ. સંજય તોશનીવાલ, ડૉ. અશ્વિન દુધરેજિયા (પ્રોગ્રામ કન્વીનર) અને ડૉ. તેજલ ગાંધી (પ્રોગ્રામ કોઓર્ડિનેટર) સહિતના ફાર્મસી ક્ષેત્રના અગ્રણીઓ, ડૉ. ફાલ્ગુન મહેતા અને ડૉ. ઉમંગ શાહએ સહ-સંયોજકો તરીકે કાર્યક્રમનું સંકલન કર્યું હતું. તેમની સાથે ફાર્મસી ક્ષેત્રના ૯૩ આયોજક સમિતિના સભ્યોએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
કાર્યક્રમમાં મુખ્યત્વે પેનલ ચર્ચા, નિષ્ણાત વ્યાખ્યાન, પોસ્ટર પ્રેઝન્ટેશન, સાયટૂન્સ (Scitoons), પત્રિકા/લીફલેટ નિર્માણ, રીલ મેકિંગ, ફાર્મા ક્વિઝ અને નુક્કડ નાટક જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તમામ પ્રવૃત્તિઓનો હેતુ સર્જનાત્મકતા, જ્ઞાનની આપ-લે, ટીમવર્ક અને જનસહભાગિતાને પ્રોત્સાહન આપવાનો હતો. સાથે સાથે એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ સામે લડત, જે એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય આરોગ્ય પડકાર છે, તે અંગે જનજાગૃતિ ફેલાવવા અને એન્ટિબાયોટિક્સના જવાબદાર તથા તર્કસંગત ઉપયોગ અંગે મહત્વપૂર્ણ સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
આણંદ ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય AMR જાગૃતિ અભિયાન ફાર્માસિસ્ટોના મહત્વપૂર્ણ યોગદાનને ઓળખવા તથા સ્વસ્થ સમાજના નિર્માણ અને દવાઓના જવાબદાર ઉપયોગ પ્રત્યેની સામૂહિક જવાબદારીને વધુ મજબૂત કરવા માટેનું એક મહત્વપૂર્ણ વ્યાવસાયિક અને શૈક્ષણિક આયોજન બની રહ્યું છે.
આ સમગ્ર પહેલ દ્વારા ફાર્માસિસ્ટો, શિક્ષણવિદો અને ફાર્મસી વિદ્યાર્થીઓની AMR અંગે જનજાગૃતિ ઊભી કરવામાં તથા જાહેર આરોગ્યના પ્રયાસોને મજબૂત બનાવવામાં રહેલી મહત્વપૂર્ણ ભૂમિકાને પણ ઉજાગર કરવામાં આવી હતી.

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી

અખબારી યાદી