Close

૧૧૨-આણંદ વિધાનસભા માટે ડી.એન. હાઈસ્કુલ, ૧૧૦-આંકલાવ વિધાનસભા માટે મામલતદાર કચેરી, આણંદ ગ્રામ્ય, રૂમ નં. ૮ તેમજ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા માટે મામલતદાર કચેરી, આણંદ ગ્રામ્ય,રૂમ નં.૮ ખાતે મતદારો ફોર્મ આપી શકશે

Publish Date : 01/12/2025

મતદારો ફોર્મ જમા કરાવી શકે તે માટે તા. ૨૯ અને ૩૦ નવેમ્બરના રોજ આણંદ ખાતે ફોર્મ સ્વીકારાશે

મતદારોને ફોર્મ જમા કરાવવાની છેલ્લી તક

આણંદ, શુક્રવાર: ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાર સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે બીએલઓ દ્વારા આપવામાં આવેલ ફોર્મ મતદારોએ પોતાના મતદાર ફોર્મ ભરીને પોતાના મત વિસ્તારના બી.એલ.ઓ શ્રીને જમા કરાવવાના રહે છે.

જે અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને ખાસ સુવિધા રહે તે માટે તા.૨૯/૧૧/૨૦૨૫, શનિવારના રોજ સમય બપોરના ૧૨.૦૦ થી સાંજના ૫.૦૦ તથા તા.૩૦/૧૧/૨૦૨૫, રવિવારના રોજ સમય સવારના ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી મતદારયાદી ૨૦૦૨ માં મતદારનું નામ શોધવાની તથા મેપીંગની કામગીરીમાં મતદારોને સરળતા રહે તે માટે એન્યુમરેશન ફોમ રીસીવીંગ કેમ્પનું આયોજન ૧૧૨-આણંદ વિધાનસભા માટે ડી.એન. હાઈસ્કુલ, આણંદ તેમજ ૧૧૦-આંકલાવ વિધાનસભા માટે મામલતદાર કચેરી, આણંદ ગ્રામ્ય, રૂમ નં. ૮ તેમજ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા માટે મામલતદાર કચેરી, આણંદ ગ્રામ્ય,રૂમ નં.૮ ખાતે કરવામાં આવેલ છે.

આપ બંને દિવસો દરમિયાન મતદારો પોતાનું ફોર્મ જમા કરાવે અથવા મતદારોને પોતાના ફોર્મ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય તો રૂબરૂમાં સંપર્ક કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.