૧૧૧ – ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી, ૨૦૨૬ માટેના ઉમેદવારે શપથ લેવા જરૂરી
Publish Date : 01/04/2026
તા.૦૭-૦૪-૨૦૨૬ પહેલાં જ શપથ કે પ્રતિજ્ઞા લેવાની રહેશે અને તેમાં સહી કરવાની રહેશે
ઉમેદવારીપત્ર ભર્યા બાદ તરત જ ઉમેદવાર દ્વારા શપથ લેવામાં આવે તે જરૂરી
આણંદ, સોમવાર ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છતા તમામ ઉમેદવારોનું ભારતના સંવિધાનની કલમ-૧૭૩ (એ) માં દર્શાવ્યું છે તે મુજબ, સંવિધાનની ત્રીજી અનુસૂચિમાં નકકી થયા મુજબના નમૂનામાં ચૂંટણી પંચ દ્વારા તે હેતુ માટે અધિકૃત કરાવેલ વ્યક્તિ સમક્ષ ઉમેદવારે શપથ કે પ્રતિજ્ઞા લઈને તેમાં સહી કરવાની રહેશે અને તો જ એ ઉમેદવાર તે વિધાનસભાની બેઠક માટે પસંદ થવા પાત્ર ગણાશે.
ઉમેદવારે ચૂંટણી ઉમેદવારીપત્ર રજૂ કર્યા બાદ જ તે શપથ કે પ્રતિજ્ઞા લઈ અને શપથ કે પ્રતિજ્ઞાપત્રમાં સહી કરી શકશે. તે ઉપરાંત સર્વોચ્ચ અદાલતના નિર્દેશ અનુસાર ઉમેદવારી પત્રોની ચકાસણીના દિવસ પહેલા એટલે કે આગામી ૧૧૧- ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ના સંદર્ભમાં તા.૦૭-૦૪-૨૦૨૬ પહેલાં જ શપથ કે પ્રતિજ્ઞા લેવાની રહેશે અને તેમાં સહી કરવાની રહેશે. ઉમેદવારીપત્ર ભર્યા બાદ તરત જ ઉમેદવાર દ્વારા શપથ લેવામાં આવે તે ઈચ્છનીય છે, તેમ મુખ્ય નિર્વાચન અધિકારી,
ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.