• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

Publish Date : 12/08/2025

સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલ પટેલના  અધ્યક્ષપદે તારાપુર  નગરપાલિકા વિસ્તારમાં  તિરંગા પદ યાત્રા યોજાઈ

રક્ષા શક્તિ સ્કૂલના વિદ્યાર્થીઓએ સૈન્ય કર્મીના યુનિફોર્મ પહેરીને તિરંગા યાત્રાને બનાવી યાદગાર

આણંદ, સોમવાર: રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે.

જે અન્વયે આણંદ જિલ્લામાં તારાપુર  નગરપાલિકામાં સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલના અધ્યક્ષપદે  હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ,સ્વછતા કે સંગ…ની થીમ  સાથે તિરંગા પદ યાત્રા યોજાઈ હતી.

તારાપુર નગરપાલિકા વિસ્તારમાં  આવેલ તારાપુર નાની ચોકડીથી શરૂ કરીને મામલતદાર ઓફિસ સુધી  તિરંગા પદ યાત્રા યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં તારાપુરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ તિરંગા યાત્રામાં રક્ષા શક્તિ સ્કૂલના વિદ્યાર્થીઓએ સૈન્ય કર્મીઓના યુનિફોર્મ સાથે સહભાગી બનીને તિરંગા યાત્રાને યાદગાર બનાવી હતી.

આ તિરંગા યાત્રામાં પોલીસ કર્મીઓ, નગરજનો સહિત મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો