Close

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

Publish Date : 01/12/2025

બોરસદ વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ

બોરસદ – રાસ સત્યાગ્રહ  જે પથે પસાર થયો હતો તે પથ પર એકતા પદયાત્રાનું આયોજન કરીને સાચા અર્થમાં સરદાર પટેલને શ્રદ્ધાજંલી અપાઈ:: કેબિનેટ મંત્રીશ્રી

ઝારોલાથી પ્રારંભ  કરાયેલ એકતા પદયાત્રાની રાસ હાઈસ્કૂલના વલ્લભ વડ ખાતે પૂર્ણાહુતિ કરાઈ

આણંદ,ગુરુવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર રાષ્ટ્રમાં  સરદાર પટેલ ૧૫૦ મી જન્મજયંતિના ઉજવણી થઈ રહી છે ત્યારે  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અન્વયે રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત આણંદ જિલ્લામાં બોરસદ વિધાનસભા વિસ્તારમાં પણ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ઐતિહાસિક બોરસદ – રાસ સત્યાગ્રહના પથ પર એકતા પદયાત્રા યોજાઈ હતી.

કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ  પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,ઝારોલાથી  રાસ હાઈસ્કૂલના વલ્લભ વડ મુકામે બોરસદ વિધાનસભા વિસ્તારની એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે.આ ઐતિહાસિક પથ પર સરદાર વલ્લભભાઈ પટેલ પણ બોરસદ રાસ સત્યાગ્રહ દરમિયાન પસાર થયા હતા.આમ,આજની પદયાત્રા એ સરદાર પટેલને સાચા અર્થમાં ભાવાંજલિ અર્પણ કરવા માટે  મંત્રીશ્રીએ યોગ્ય ગણાવી હતી.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પદયાત્રા પૂર્વે રાજયની તમામ  ૧૮૨ વિધાનસભામાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૨ રજવાડાઓને એકત્ર કરીને જે રીતે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું તેને આ પદયાત્રા થકી સાચી શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે.

 વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ દેશના વિકાસને નવી દિશા આપી છે, તેમ જણાવતા કેબિનેટ મંત્રીશ્રી ઉમેર્યું કે,પ્રધાનમંત્રીશ્રી ના આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે ઉપસ્થિત લોકોને સ્વદેશી અપનાવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે સાંસદશ્રી મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જે રીતે હૈદરાબાદ ,જૂનાગઢ સહિતના ૫૬૨ રજવાડાઓ એકત્ર કર્યા  તેને બિરદાવતા એકતા પદયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે,તેને સરદાર પટેલને સાચા અર્થમાં આજની યુવા પેઢી સુધી પહોંચાડવા માટેના પ્રયાસ  સાંસદશ્રીએ ગણાવ્યો હતો.

વકતા શ્રી દશરથ ભાઈ  તથા જિલ્લા અગ્રણી સંજયભાઈએ પણ સરદાર પટેલના જીવન કવનને વર્ણવીને વિસ્તૃત જાણકારી ઉપસ્થિતોને પૂરી પાડી હતી.

મહાનુભાવો દ્વારા રાસ હાઈસ્કૂલના વલ્લભ વડ ખાતે પુષ્પાંજલી અર્પણ કરી હતી.તદ્ઉપરાંત રાસના અગ્રણીઓએ મંત્રીશ્રીને સરદાર પટેલની બોરસદ  રાસ સત્યાગ્રહ વખતની તસવીરની ભેટ આપી હતી.

આ પ્રસંગે શાળાની વિધાર્થિનીઓ દ્વારા સાસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.તથા ” હું છું સરદાર “અને અન્ય આઝાદી સમયના સ્પર્શતા નાટકની પ્રસ્તુતિ પણ કરી હતી.

બોરસદ તાલુકાના પ્રાંત અધિકારીશ્રી અમિત પટેલ સ્વાગત પ્રવચન કરીને એકતા પદયાત્રા માટે નક્કી કરાયેલ પથનું  ઐતિહાસિક મહત્વ સમજાવ્યું હતું.

આ પ્રસંગે બોરસદ તાલુકામાં  એસ.આઈ.આરની  શ્રેષ્ઠ કામગીરી કરનાર બીએલઓશ્રીઓને તથા પ્રાથમિક શાળા માં વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.અંતે મહાનુભાવો સહિત ઉપસ્થિતોએ સ્વદેશી શપથ લીધા હતા.

આ પદયાત્રા દરમિયાન  જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ,સરપંચ શ્રી રાસ,કેળવણી મંડળ રાસના અગ્રણી ,બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ,તાલુકાના અધિકારીઓ- કર્મચારીઓ ,વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો, આઈ.સી. ડી.એસ શાખાના કર્મીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ