Close

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

Publish Date : 26/11/2025

પેટલાદ વિધાનસભામાં એકતા પદયાત્રા યોજાઈ

રાજ્ય નાણાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને એકતા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો

પેટલાદની એન.કે.હાઈસ્કૂલથી  પ્રારંભ થયેલ એકતા પદયાત્રાનું સુંદરણા ખાતે  સમાપન

આણંદ,સોમવાર: સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય પદયાત્રા આગામી ૨૬ નવેમ્બર થી યોજાવાની છે.રાજ્યમાં પણ વિધાનસભા મુજબ  એકતા પદ યાત્રા યોજાઈ રહી છે.

આણંદ જિલ્લામાં પેટલાદ  વિધાનસભામાં રાજ્ય મંત્રીશ્રી નાણાં મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં  પેટલાદની એન કે.હાઈસ્કૂલ ખાતેથી  પ્રારંભ થયેલ એકતા પદયાત્રાનું રણછોડરાય મંદિર ચોકડીથી  શાહપુર થઈને  સુંદરણા ગામ ખાતે  સમાપન થયું હતું .

રાજ્ય નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે  પદયાત્રીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે,સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે તેમના માદરે વતનમાંથી એકતા પદયાત્રા યોજાઈ રહી છે,ત્યારે સરદાર પટેલ જે ભારત દેશની એકતા અને અખંડિતતાનો જે સ્વપ્ન સાચા અર્થમાં ભાવાંજલિ અર્પણ કરવામાં આવી છે.

વધુમાં મંત્રીશ્રીએ સરદાર પટેલ દેશના આઝાદીના યોગદાનથી લઈને ચરોતર પ્રદેશમાં શરૂ કરાયેલ શૈક્ષણિક સંસ્થાઓ તથા સહકારી કાર્યોનું લોકો સમક્ષ વર્ણન કર્યું હતું.આ ઉપરાંત  વર્ષ   ૧૯૪૮  નર્મદા નદી પરના ડેમનું પણ તથા સાંસ્કૃતિક ધરોહર એવા સોમનાથ મંદિરના જીર્ણોધ્ધાર સહિતના કર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે,સરદાર પટેલે દેશના એકતા અને અખંડિતતા રાખવા માટે ૫૬૨ રજવાડાઓએ વિલિનીકરણ માટે સહમતી દર્શાવે છે કે રજવાડાઓએ પણ તે સમયે સરદાર પટેલ પ્રત્યેની નિષ્ઠાના દર્શન થઈ રહ્યાં છે.

આ પ્રસંગે વકતાશ્રી વિમલભાઈ ઉપાધ્યાય સરદાર પટેલના જીવન કવન પર  પ્રવચન આપ્યું હતું.આ પ્રસંગે સુંદરપુરા શાળાની વિધાર્થિનીઓ સ્વાગત ગીત રજૂ કર્યું હતું.

મહાનુભાવોના વરદહસ્તે પેટલાદ વિધાનસભાના વિશિષ્ટ વ્યક્તિઓ તથા   શાળામાં સરદાર પટેલ પરની વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયું હતું.

પદયાત્રાના પ્રારંભમાં મહાનુભાવો સરદાર પટેલની અર્ધપ્રતિભાને સુતરની આંટી તથા ફૂલહાર પહેરાવીને ભાવાંજલિ આપીને  સ્વદેશીના સપથ લેવામાં આવ્યા હતા,ત્યારબાદ પદયાત્રાને ફ્લેગ ઓફ કરાયો હતો,તથા કાર્યક્રમ અંતે રાજ્ય નાણાં મંત્રીશ્રી  સહિતના મહાનુભાવોએ સુંદરણા સ્થિત જડેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ઊભા કરાયેલ સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પદયાત્રામાં સાંસદ શ્રી મિતેશ ભાઈ પટેલ,પેટલાદ મદદનીશ કલેટર હિરેન બારોટ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ,સંગઠનના અગ્રણીઓ,અર્બન હેલ્થ સેન્ટર, પેટલાદના આરોગ્ય કર્મીઓ,એન.એસ.એસ તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિધાર્થીઓ તથા શિક્ષકશ્રીઓ,રણછોડરાય

મંદિરના મહંતશ્રી,સુંદરણા ગામના સરપંચ તથા સભ્યશ્રી,કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ