સરદાર પટેલ મેમોરીયલ, કરમસદ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આણંદ જિલ્લાનો ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

Publish Date : 17/11/2026
સરદાર પટેલ મેમોરીયલ, કરમસદ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આણંદ જિલ્લાનો ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

ભગવાન બિરસા મુંડાના સંઘર્ષમય જીવન, શૌર્ય, બલિદાન અને આદિવાસી સમાજના હક્કો તથા અસ્મિતાના રક્ષણ માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરાયા

મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજના અંતર્ગત સહાયનું વિતરણ અને તેજસ્વી તારલાઓનું સન્માન કરાયુ

આણંદ, રવિવાર , આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરીયલ ખાતે આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ–૨૦૨૬’ની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

આણંદ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી પ્રસંગે ધારાસભ્યશ્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૧થી દર વર્ષે ૧૫ નવેમ્બરને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કરીને જનજાતિ સમાજના બલિદાન અને યોગદાનને દેશભરમાં યોગ્ય સન્માન અપાવ્યું છે. માત્ર ૨૫ વર્ષની વરસે પોતાના પ્રાણની આહુતિ આપનાર ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજી શાસન સામે ‘ઉલગુલાન’ આંદોલનનું નેતૃત્વ કરી ‘અબુવા દિશુ અબુવા રાજ’ (આપણો દેશ, આપણું રાજ) નો નારો આપી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં અદભુત સ્વાભિમાન અને જાગૃતિનો દીપ પ્રગટાવ્યો હતો.

વધુમાં ધારાસભ્યશ્રીએ ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણીના ગૌરવવંતા અવસરે જનજાતિ સમાજના ઉત્થાન, સ્વાભિમાન અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પોને દોહરાવતા ઉપસ્થિત યુવા વર્ગ અને નાગરિકોને ભગવાન બિરસા મુંડાના આદર્શોને જીવનમાં ઉતારી શિક્ષિત, સંગઠિત અને રાષ્ટ્રહિત માટે સમર્પિત બનવા આહ્વાન કર્યું હતું. સાથે જ, શિક્ષણ, રમતગમત અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી યુવાનોનું વિશેષ સન્માન કરી, તેમનામાં રહેલી પ્રતિભાને વેગ આપીને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય સહયોગ આપવા સૌને અનુરોધ કર્યો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જીલુભા સિંધાએ “ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતી નિમિત્તે યોજાયેલ ‘જનજાતિય ગૌરવ દિવસ’ ઉજવણી પ્રસંગે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિકારી અને આદિવાસી સમાજના મહાનાયક ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુંડાના જળ, જંગલ અને જમીનના હકો માટેના ઉલગુલાન આંદોલન તથા સામાજિક સુધારણાના અદભુત યોગદાનને યાદ કરી તેમના બલિદાનમાંથી દેશવાસીઓને પ્રેરણા મળે છે તેમ જણાવ્યુ હતુ.

આ પ્રસંગે કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ‘કુંવરબાઈનું મામેરું યોજના’ અંતર્ગત લાભાર્થીઓને રૂ. ૧૨,૦૦૦ની સહાય તેમજ ‘વ્યક્તિગત મકાન સહાય યોજના’ હેઠળ જરૂરિયાતમંદોને રૂ. ૧,૭૦,૦૦૦ની સહાય અર્પણ કરાઈ હતી. આ ઉપરાંત, રાષ્ટ્રીય કક્ષાએ યોગાસન, સોફ્ટબોલ, હેન્ડબોલ અને રસ્સાખેંચ સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી બ્રોન્ઝ મેડલ સહિતની સિદ્ધિ મેળવનાર જનજાતીય સમાજના તેજસ્વી રમતવીરોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર તેમજ NMMS અને ‘જ્ઞાન સાધના’ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉત્તીર્ણ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા.

કાર્યક્રમ દરમિયાન પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદના તબીબી વિદ્યાર્થીઓએ સરકારની લોકઉપયોગી યોજનાઓ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, મેડિકલ ક્ષેત્રે સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસનો ખર્ચ અત્યંત મોંઘો હોય છે, જે વહન કરવો સામાન્ય પરિવારો માટે અશક્ય જેવો છે. પરંતુ ગુજરાત સરકારની ફ્રીશિપ કાર્ડ અને કલ્યાણકારી યોજનાઓની સમયસર આર્થિક સહાય મળવાથી તેઓ કોઈપણ આર્થિક મુશ્કેલી વિના પોતાનું તબીબ બનવાનું સ્વપ્ન સાકાર કરી શક્યા છે. આ આર્થિક સહાય બદલ બંને વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે મહારાષ્ટ્રના ગઢચિરોલી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા, જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ નિહાળ્યું હતું.

આ તકે મહાનુભાવો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને દીપાંજલિ અર્પણ કરવામા આવી હતી તેમજ ભગવાન બિરસા મુંડાના સંઘર્ષમય જીવન, શૌર્ય, બલિદાન અને આદિવાસી સમાજના હક્કો તથા અસ્મિતાના રક્ષણ માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા અને તેમના આદર્શો અને વિચારોને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ઉત્સવ ગૌતમ, ધારાસભ્યશ્રી હર્ષદ પરમાર, મદદનીશ કલેકટરશ્રી અંજલી ઠાકુર, અધિક કલેકટરશ્રી રાહુલ ગમારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્રિશ્ના ઉપાધ્યાય, આદિજાતિ વિકાસ અધિકારીશ્રી બી.એ.કાચરોલા, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, આદિવાસી સમાજ ના ભાઈઓ અને બહેનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.