શિક્ષણ થકી જ સંસ્કારી સમાજનું નિર્માણ થાય: નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
Publish Date : 19/12/2025
₹4 કરોડના ખર્ચે ઈસરામા, બાંધણી, ચાંગા અને ઘુટેલી પ્રાથમિક શાળાના 27 નવા વર્ગખંડો બનાવવા માટે ખાતમુહૂર્ત કરાયું
આણંદ, શુક્રવાર: રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ ખાતે વિદ્યાર્થીઓને ભણવા માટે આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત જે સ્કૂલો ખાતે ખૂટતા વર્ગખંડો હોય તે નવા બનાવવા અંગેની ખાસ ઝુંબેશ રાજ્યભરમાં શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત અંદાજિત રૂપિયા ૦૪ કરોડના ખર્ચે પેટલાદ તાલુકાના ઈસરામા પ્રાથમિક શાળા ખાતે ૦૭, બાંધણી કન્યાશાળા ખાતે ૦૮,ચાંગા કન્યાશાળા ખાતે ૦૮ અને ઘુટેલી પ્રાથમિક શાળા ખાતે ૦૪ નવા વર્ગખંડો બનાવવા માટે નાણા રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું.
નાણાં રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું કે શિક્ષણની જ્યોત ગામડાઓ સુધી પ્રસરી છે. ગ્રામ્ય વિસ્તારનું બાળક શિક્ષણથી વંચિત ન રહે અને પ્રાથમિક શાળાઓ ખાતે સારામાં સારી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે શિક્ષણ થકી જ સંસ્કારી સમાજનું નિર્માણ થઈ શકે છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના વિકસિત ભારત @ 2047 ના નિર્માણ માટે પ્રાથમિક શિક્ષણ ખૂબ જ જરૂરી છે તેમ પણ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ પ્રાથમિક શાળાના નવા બનનાર વર્ગખંડો ના માધ્યમથી વિદ્યાર્થીઓને સારામાં સારી સુવિધા મળશે જેમાં કોમ્પ્યુટર રૂમ અને સ્માર્ટ રૂમની પણ સુવિધા ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે દિવ્યાંગ વિદ્યાર્થીઓને ટ્રાયકલ સહિત વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કોકીલાબેન, તાલુકા કારોબારી ચેરમેન શ્રી પ્રજ્ઞેશભાઈ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી જયાબેન, સરપંચ શ્રી સુરેશભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.