વિદ્યાનગર ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ૧૦૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરતા નોકરીદાતાઓ
Publish Date : 11/04/2025
આણંદ, બુધવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ ધ્વારા સી.જે. પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ એન્ડ એ.ડી.આઇ.ટી કેમ્પસ, ન્યુ વિદ્યાનગર, આણંદ ખાતે રોજગારી મેળવવા માંગતા ઉમેદવારો માટે “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું” આયોજન કરવામાં આવ્યુ હતું.
આ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળામાં ૧૩ નોકરીદાતાઓ તેમના એકમો ખાતે ૨૦૮ જેટલી ખાલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા માટે હાજર રહયા હતા.
આ રોજગાર ભરતી મેળામાં ૧૧૩ ઉમેદવારો હાજર રહ્યા હતા, તે પૈકી ૧૦૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી નોકરીદાતાઓ ધ્વારા કરવામાં આવી છે, તેમ આણંદના રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.
