વિકાસ સપ્તાહ, આણંદ જિલ્લો
Publish Date : 13/10/2025
બોચાસણ ગામે વિકાસ રથનું કરાયું ભવ્ય સ્વાગત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં સુશાસન, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસની નવી ગાથા લખાઈ રહી છે – નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી
આણંદ શુક્રવાર: આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ની ઉજવણી ૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના અવસરે ઉજવાતા વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત બોરસદ તાલુકાના બોચાસણ ગામે વિકાસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતા ગુજરાત વિકાસના શિખર સ્પર્શે તેવો આધારભૂત માળખુ ઉભુ કર્યું છે. આજે તે જ દિશામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં સુશાસન, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસની નવી ગાથા લખાઈ રહી છે, તેમ જણાવી વિકાસ સપ્તાહ દરમિયાન વિકાસ રથના માધ્યમથી સરકારી યોજનાઓની જાણકારી અને યોજનાકીય લાભો મેળવવા અનુરોધ કર્યો હતો.
પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામડાથી લઈ શહેર સુધી — માર્ગ, પાણી, આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત અવિરત આગળ વધી રહ્યું છે. બોચાસણ ગામે વિકાસ રથના સ્વાગત સાથે સમગ્ર તાલુકાએ વિકાસના પંથ પર એક નવી ઉર્જા અનુભવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સમયે વિકાસ ગાથા ફિલ્મનું નિર્દેશન ગ્રામજનોએ માણ્યું હતું. મહાનુભાવોના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ વિવિધ સરકારી યોજનાઓના લાભોનું લાભાર્થીઓ ને વિતરણ કરવામાં આવ્યું હતું. અંત માં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બોરસદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મિહિરભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબેન પરમાર, કારોબારી ચેરમેન મફતભાઈ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ લાડુમોર,બોચાસણના સરપંચ લક્ષ્મીબેન પરમાર, ગોરેલના સરપંચ રસીકભાઇ તેમજ મોટી સંખ્યામાં ગામ આગેવાનો, આરોગ્ય, શિક્ષણ,આઈ.સી.ડી.એસ ના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.