Close

વલસાડ ના ધરમપુર ખાતે યોજાયેલ રાજ્યના આઈએએસ અધિકારીઓની ચિંતન શિબિરમાં આણંદના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાને વર્ષ 2024 25 માટે શ્રેષ્ઠ ડીડીઓ તરીકેનો એવોર્ડ એનાયત થયો

Publish Date : 01/12/2025

જિલ્લા પંચાયત આણંદને ₹40 લાખનું અનુદાન મળ્યું

શ્રી મિલિંદ બાપનાને વ્યક્તિગત ₹51,000 નો પુરસ્કાર

આણંદ, શનિવાર: રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે રાજ્યના આઈએએસ અધિકારીઓની ચિંતન શિબિર યોજવામાં આવે છે. જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અને સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડનાર અને શ્રેષ્ઠ વહીવટ  કર્તા અધિકારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવે છે.

વલસાડ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં આણંદ જિલ્લાના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને હાલના કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાને વર્ષ 2024 25 માટેના શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નો એવોર્ડ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસના હસ્તે આપવામાં આવ્યો છે.

શ્રી મિલિંદ બાપનાએ આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સરકારની વિવિધ યોજનાઓ ના લાભો છેવાડા ના માનવી સુધી પહોંચાડ્યા હતા અને વિવિધ કલ્યાણકારી યોજનાઓથી કોઈ સાચો લાભાર્થી બાકી ન રહી જાય તે માટે ખાસ કામ કરીને આણંદ જિલ્લા પંચાયત ખાતેને શ્રેષ્ઠ વહીવટ, કુશળ વહીવટકર્તા સાબિત થયા હતા, જે ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા શ્રી મિલિંદ બાપનાને વર્ષ 2024 25 ના આણંદના શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનું બહુમાન આપવામાં આવ્યું હતું.

શ્રી મિલિંદ બાપનાને જિલ્લા પંચાયત આણંદના વિકાસ માટે રૂપિયા 40 લાખનું અનુદાન અને વ્યક્તિગત ₹51,000 નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, હાલના આણંદ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી અને રાજ્યભરના આઈએએસ અધિકારીઓએ શ્રી મિલિંદ બાપનાને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી મિલિંદ બાપના એ જણાવ્યું હતું કે હું મારું શ્રેષ્ઠ કામ આપતો રહીશ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોથી કોઈ પણ સાચો લાભાર્થી વંચિત ન રહી જાય તે મારી પ્રાથમિકતા રહેશે.