રોજગાર ભારતીમેળો બન્યો રોજગારવાછુંઓ માટે આશીર્વાદરૂપ
Publish Date : 20/08/2025
આણંદના અડાસનો ૨૪ વર્ષીય નવયુવાન શિવમ પટેલ બન્યો આત્મનિર્ભર
આણંદ,બુધવાર: આણંદની જિલ્લા રોજગાર કચેરી દ્વારા દર મહિને જિલ્લાની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ કેટેગરીમાં નિષ્ણાત થયેલ યુવાઓ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
જિલ્લા રોજગાર કચેરી,આણંદ દ્વારા હાથ ધરાયેલા ભરતી મેળા થકી જિલ્લામાં રોજગાર મેળવવા ઇચ્છુક યુવાઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે.
આજે આણંદના અડાસ ગામના રહેવાસી ૨૪ વર્ષીય નવયુવાન શિવમ પટેલની વાત કરવી છે કે,જેમણે અભ્યાસમાં ધોરણ ૧૦ પાસ કરી આઈ.ટી.આઈમાં સોલાર ટેક્નિશિયનનો કોર્સ કર્યો હતો.તેમણે સોજીત્રાની ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે આયોજિત રોજગાર ભરતીમેળામાં ભાગ લીધો હતો.
આ ભરતી મેળો શિવમ માટે આશીર્વાદરૂપ નીવડ્યો હતો. જેમાં ખાનગી કંપની દ્વારા તેની પસંદગી કરીને નોકરીના પ્રારંભથી જ વાર્ષિક રૂ. ૧ લાખ જેટલુ પેકેજ આપવામાં આવ્યુ. આમ,રોજગાર ભરતી મેળા થકી શિવમ આત્મનિર્ભર બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રોજગાર ભરતી મેળા થકી યુવાઓને રોજગાર આપનારી સંસ્થાઓની વ્યક્તિગત મુલાકાત લેવી પડતી નથી,જ્યારે રોજગાર આપતી સંસ્થાઓને પણ કૌશલ્ય ધરાવતા યુવા મેળવવા માટેનું પ્લેટફોર્મ સાબિત થાય છે.
આમ, રોજગાર ભરતી મેળાએ નોકરીદાતા અને નોકરી મેળવનાર એમ બંને પક્ષે સમયની સાથે આર્થિક રીતે ફાયદો થાય છે.
