રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર તા.૧૬/૦૪/૨૦૨૬ સુધી સંપૂર્ણ પ્રતિબંધ
Publish Date : 20/03/2026
વાહનોને પ્રતિબંધિત માર્ગોને સ્થાને વૈકલ્પિક રૂટ પર અવરજવર કરવાનો જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
આણંદ, બુધવાર આણંદ જિલ્લાના બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ અતિભારે વરસાદથી નુકશાન થવાને કારણે જુનુ સ્ટ્રક્ચરનું સંપુર્ણ ડેમોલીશન કરવાનું હોય, આણંદ જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઇએ તેમને મળેલ સત્તાની રૂઇએ એક જાહેરનામા દ્વારા તા.૧૬/૦૪/૨૦૨૬ સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર આણંદ જિલ્લાના બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે તથા તે રસ્તા ઉપરથી પસાર થતાં વાહનોને જાહેરનામામાં દર્શાવેલ માર્ગોએ વાળવા (ડાયવર્ટ કરવા) હુકમ ફરમાવ્યો છે.
જાહેરનામા મુજબ બોરસદથી વાસદ તરફ નો રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ (બોરસદ ગામે આવેલ સુર્યમંદીર નજીક જર્જરીત માઈનોર બ્રિજના સ્થળ ઉપર) ના વાહનોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી બોરસદ આણંદ ચોકડીથી સિંગલાવ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી ત્યાંથી ૧૦૦ ફુટ રોડ ઉપરથી છોટાલાલ પાર્ક ચારથી રાઠોડ ચોકડી ૧૦૦ફુટ રોડ થઈને રાઠોડ ચોકડી પસાર કરી ત્યાંથી આગળ આવતી પાણીની ટાંકી ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી જતા બોરસદ વાસદ ચોકડી તથા ડાબી બાજુ વળતા બોરસદ વાસદ હાઇવે તરફ જઇ શકશે.
બોરસદ વાસદ ચોકડીથી બોરસદ આણંદ ચોકડી તરફનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ (બોરસદ ગામે આવેલ સુર્યમંદીર નજીક જર્જરીત માઇનોર બ્રિજના સ્થળ ઉપર) રૂટના બદલે વાહનો વૈકલ્પિક રૂટ લઈ બોરસદ વાસદ ચોકડીથી બોરસદ વાસદ તરફના રોડ ઉપર જતા આગળ પાણીની ટાંકીથી ડાબી બાજુ વળતા ત્યાંથી બોરસદ રાઠોડ ચોકડી ૧૦૦ ફુટ રોડ ઉપર આગળ જતા છોટાલાલ પાર્ક ચાર રસ્તાથી આગળ જતા સિંગલાવ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી ત્યાંથી વાસદ-ધર્મજ હાઇવે રોડ આવી શકે તથા ડાબી બાજુ વળી આગળ જતા બોરસદ સિંગલાવ ચાર રસ્તા થી જમણી બાજુ વળીને આગળ જતા બોરસદ આણંદ ચોકડી ચાર રસ્તા તરફ જઇ શકશે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ ઉપર બોરસદ વાસદ ચોકડીથી બોરસદ આણંદ ચોકડી ત૨ફ તથા બોરસદ આણંદ ચોકડીથી બોરસદ વાસદ ચોકડી તરફ જતા ભારે વાહનો રૂટ ઉપર જઇ શકશે. જે અન્વયે બોરસદ વાસદ ચોકડીથી બોરસદ આણંદ ચોકડી તરફ જતા ભારે વાહનો માટે બોરસદ વાસદ ચોકડીથી જમણી બાજુ બોરસદ વાસદ હાઇવે રોડ ઉપર આગળ ચાલી ત્યાંથી બોરસદ વધવાલા ટી-પોઇન્ટથી ડાબી બાજુ વળી વાસદથી ધર્મજ તરફ જતા હાઇવે ઉપર આગળ ચાલી પામોલ બ્રીજ નીચે આવેલ સર્વિસ રોડ ઉપ૨ આગળ ચાલી ત્યાંથી બોરસદ આણંદ બ્રીજ ચાર રસ્તાથી જમણી બાજુ આણંદ તરફ જવાય તથા ત્યાંથી ડાબી બાજુ વળતા બોરસદ આણંદ ચોકડી તરફ જઈ શકશે.
તેમજ બોરસદ આણંદ ચોકડીથી બોરસદ વાસદ ચોકડી તરફ જતા ભારે વાહનો બોરસદ આણંદ ચોકડીથી આણંદ તરફ જતા આણંદ બ્રીજ ચાર રસ્તાથી જમણી બાજુ સર્વિસ રોડ ઉપર આગળ ચાલી જતા ધર્મજ- વાસદ હાઇવે રોડ સાથે મળી આગળ ચાલી જતા દાવોલ બ્રીજ સર્વિસ રોડ ઉપર આગળ ચાલી ત્યાંથી જમણી બાજુ વળી દાવોલથી વધવાલા ટી-પોઇન્ટ સુધીના સર્વિસ રોડનો ઉપયોગ કરી ત્યાંથી બોરસદ વાસદ ચોકડી તરફ જઈ શકશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.