રાઇના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માટે ખેડૂત મિત્રોએ આટલું જરૂર કરવું
Publish Date : 23/12/2025
ભૂકી છારો રોગના નિયંત્રણ માટે ઊભા પાકમાં ૮૦ દિવસ બાદ પિયત પાણી આપવું નહીં.
રાઈના ઊભા પાકમાં ભૂકી છારા રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત જણાય કે તરત જ ગંધકની ભૂકીનો (૩૦૦ મેશ) હેક્ટરે ૨૦ થી ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો અને બીજો છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવો.
અસરકારક નિયંત્રણ માટે દ્રાવ્ય ગંધક (વેટેબલ સલ્ફર) ૮૦% વે.પા. ૦.૨ ટકા પ્રમાણે ૨૫ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઈસી ૧૦ મિ.લી. દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અને રોગની તીવ્રતા વધુ જણાય તો બીજો છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવો.
સફેદ ગેરૂ, તળછારો અને પાનના ટપકાંના રોગની શરૂઆત જણાય કે તરત જ મેન્કોઝેબ ૭૫% વે.પા. અથવા મેટાલેક્ષીલ એમ.ઝેડ ૭૨% વે.પા. (૨૭ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણી)નો છંટકાવ કરવો તેમજ વધુ ઉપદ્રવ જણાયે બીજો છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવો.
થડના કોહવારો રોગનો વધુ ફેલાવ થતો અટકાવવા માટે કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા. (૫ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણી)નો છંટકાવ કરવો.
રોગિષ્ટ અવશેષોને ખેતરમાંથી ભેગા કરી નાશ કરવો.
દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજી રાખવી.