• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

મોગર બેંક ઓફ બરોડા શાખા દ્વારા મોગર ખાતે નાણાકીય યોજનાઓ માટે મેગા કેમ્પ યોજાયો

Publish Date : 12/08/2025

આણંદ, સોમવાર: મોગર બેંક ઓફ બરોડા શાખા દ્વારા મોગર ખાતે નાણાકીય યોજનાઓ માટે મેગા કેમ્પ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીમતી પૂર્ણિમા લાકરાએ નિષ્ક્રિય ખાતાઓના ફરીથી કેવાયસી કરવા અંગે ગામ બીસી સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી જન ધન ખાતાઓ અને કેવાયસી અંગે સંદેશ ઓડિયો ક્લિપ વગાડીને આપવામાં આવ્યો હતો.

બેંક ઓફ બરોડાના પ્રાદેશિક મેનેજર શ્રી સુજીતકુમારે

સંતૃપ્તિ ઝુંબેશ અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમાં યોજના, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજનાઓની જાણકારી આપી તેના ફાયદાઓ અંગે ગ્રામજનોને વાકેફ કરવામાં આવ્યા હતા. આ યોજનાઓમાં નોંધણી કરાવવા અપીલ કરી હતી.

આણંદ સાયબર પોલીસ સ્ટેશનના હિતેશ ચૌધરી અને મુસ્તકીન મલિકે ગ્રામજનોમાં સાયબર જાગૃતિ ફેલાવી હતી.

આ કાર્યક્રમમાં લીડ બેંક મેનેજર ડૉ. જગદીશ પાટીલ, મોગર બેંક ઓફ બરોડા શાખાના બ્રાન્ચ મેનેજર સરોજ સ્વૈન, મોગર ગામના સરપંચ, ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય અને પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અને મોગરના ગ્રામજનો હાજર રહ્યા હતા.